Ambaji Mega Action Plan drafted for pedestrians
  • Home
  • Featured
  • અંબાજી પદયાત્રીઓને અગવડતા ન પડે તે માટે તંત્ર સજ્જ, ઘડાયો મેગા એક્શન પ્લાન

અંબાજી પદયાત્રીઓને અગવડતા ન પડે તે માટે તંત્ર સજ્જ, ઘડાયો મેગા એક્શન પ્લાન

 | 9:59 am IST

વિશ્વ પ્રસિદ્વ શક્તિપીઠ અંબાજીમાં યોજાનારો ભાદરવી પૂનમનો મહામેળો આગામી 19 સપ્ટેમ્બર થી ચાલુ થશે. આ મેળામાં અત્યારે અંદાજીત 30 લાખથી વધુ પદયાત્રિકો આવવાની ધારણાઓ તંત્રએ બાંધી છે અને આવનાર લાખો પદયાત્રીઓને કોઈ અગવડ ન પડે અને તમામ પ્રકારની સુખ સુવિધા મળી રહે તે માટે તમામ તંત્રોએ અદ્ભુત ક્વાયત હાથ ધરી છે.

આ પણ વાંચો: આજથી અંબાજી પગપાળા સંઘોનું પ્રસ્થાન, શહેરનો સૌથી મોટા સંઘ અહીંથી નીકળ્યો

બનાસકાંઠાનાં પવિત્ર યાત્રાધામ અને 51 શક્તિ પીઠોમાનું એક એવું અંબાજી ખાતે આગામી 19 સપ્ટેમ્બરે સપ્ત દિવસીય મહાકુંભ મેલો યોજાઈ રહ્યો છે, જેમા અંબાજી ખાતે અત્યારથી જ અંબેના જયજયકાર અને કુમ કુમ ગુલાલની છોળો વચ્ચે અલૌકિક ભક્તિમય માહોલમાં જગતજનની જગદંબાના મંદિર પર ધજાઓ ચડાવાનો પ્રારંભ કરાયો હતો. જેથી અરવલ્લીની ગીરિમાળાઓ ‘બોલ મારી અંબે જય જય અંબે’ ના નાદથી ગુંજી ઊઠી હતી. હાલથી જ અહીં આવતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

તો વળી, અંબાજીમાં 20 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે જેમાં જિલ્લાના મુખ્ય અધિકારીના અધ્યક્ષપદ હેઠળ એક્શન પ્લાન મુજબની કામગીરીની વહેંચણી કરવામાં આવી છે. અંબાજી મેળા નું વેબ્કાસ્તિંગ થઇ રહ્યું છે, ત્યારે વિશ્વના કોઈ પણ ખૂણેથી ભાવિક આ મહામેળાનાં જીવંત દર્શ્યો જોઈ શકશે અને તે રીતે મેળાની મજા માની શકશે.

એટલુજ નહીં જે સપ્તદિવસીય મહાકુંભ મેળો યોજાઈ રહ્યો છે. જેમા આજે સમગ્ર મેળા દરમ્યાન યાત્રિકો અને દૂર-દૂર થી આવતા પુનમિયા સંઘોની યાત્રામાં કોઈ વિઘ્ન ના આવે તે માટે વહીવટી તંત્રે એકસન પ્લાન ધડી તૈયારીઓ પૂર્ણ કરેલ છે. નિશુલ્ક ભોજન /રાત્રિ વિસામા માટે સામીયાણા પાણી તેમજ દર્શન ની યોગ્ય વ્યવસ્થા વહીવટી તંત્રે કરી હોવાનું અંબાજી મંદિર ટ્રસ્ટ ચેરમેન અને બનાસકાંઠા કલેકટરે જણાવ્યું હતું.

અહીં અંદાજીત 35 લાખથી વધુ માઇભક્તો આવતા હોઈ વહીવટી તંત્રએ આ વખતે વ્યસનમુક્તિ કેમ્પ અને પ્લાસ્ટિક મુક્ત અંબાજીની થીમ અમલમાં મૂકી યાત્રિકોને પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા અપીલ કરી છે.

જ્યારે સમગ્ર મેળા દરમ્યાન ચાર હજારથી વધુ પોલીસ સ્ટેન્ડ ટુ રાખી આધુનિક ટેકનોલોજી દ્વારા સુરક્ષા અને મોનીટરીંગ કરાશે. તો વળી, જીલ્લા પોલીસ વડાએ પણ અંબાજી મેળા દરમ્યાન અભૂતપૂર્વ સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરી છે અને તમામ શકમંદો ઉપર પોલીસે સીસી ટીવી કેમરા મારફતે બાજ નજર રાખશે. જ્યારે 51 શક્તિપીઠ પર ઉપર પણ તમામ જગ્યાએ પોલીસ ટીમો તેનાત કરાશે અને વરસાદી માહોલ વચ્ચે યાત્રિકોનું પુરતી ધ્યાન રાખશે. તેવું બનાસકાંઠા એસપીએ જણાવ્યું હતું.