Ambalal made this prediction regarding cold and Rain in Gujarat
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં ઠંડી અને માવઠા બાબતે અંબાલાલે કરી આ આગાહી

ગુજરાતમાં ઠંડી અને માવઠા બાબતે અંબાલાલે કરી આ આગાહી

 | 8:29 am IST
  • Share

  • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠાની સંભાવના

  • પિૃમી વિક્ષેપ આવતા નથી તેથી ઠંડી પણ નથી

  • ડિસેમ્બરમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે

હજુ પણ ડિસેમ્બર માસમાં પણ બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઊભા થશે અને રાજ્યના ભાગોમાં ભારે માવઠાં થવાની શક્યતા રહેશે. તા.29 નવેમ્બરે સૂર્ય-બુધની યુતિ થતા હવાના હળવા દબાણ સર્જાય અને આ દબાણ દેશના દક્ષિણ-પૂર્વીય તટ પર મારફાડ રહે. વળી માગશર માસમાં સામાન્ય રીતે વાદળો હોય તો સારું. માગશર માસમાં વરસાદનો ગર્ભ બંધાતો હોય છે એટલે આ ગર્ભ પુષ્ટ થાય તો ચોમાસામાં ગર્ભના પ્રસવ વખતે સારો વરસાદ થાય તેમ અંબાલાલ દા.પટેલે જણાવ્યું છે.

હવાના હળવા દબાણો સર્જાતા રહેશે

માગશર માસ મેલો સારો. મેલો એટલે વાદળવાળો સારો. વળી શિયાળાની ચારેય પૂનમો વાદળોવાળી હોવી સારી. માગશર માસમાં માગશર સુદ સાતમ, આઠમ અને નોમના વાદળો સારા. વળી પવનની દિશા પણ સાનુકૂળ હોવી જોઈએ. ડિસેમ્બરની શરૂઆતમાં થતા ચક્રવાત દક્ષિણ ભારતમાં ભારે વરસાદ લાવતા હોવા છતાં આ હવાના હળવા દબાણની અસરથી વાદળો લગભગ દેશના ઘણા ભાગોમાં આવી શકે. ગ્રહો પ્રચંડ નાડીમાં છે એટલે હવાના હળવા દબાણો સર્જાતા રહેશે અને આ દબાણના લીધે દેશના ઘણા ભાગોમાં માગશર માસની શરૂઆત સુધીમાં ભારે માવઠું થશે.

કેટલાક ભાગોમાં ભારે માવઠું પણ થઈ શકે

દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ માવઠું થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં ભારે માવઠું પણ થઈ શકે. ઘણી વાર થતા માવઠાથી જીરાં જેવા પાકો પર પણ અસર થવાની શક્યતા રહે. તેમજ કપાસ ઉપર પણ તેની વિપરિત અસર થતા પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. ઠંડી અંગે જોઈએ તો હવે ધીરે ધીરે ઠંડી રહે અને તા.7-8-9 ડિસેમ્બરમાં ભારે ઠંડી પડવાની શક્યતા રહેશે. તા.19 ડિસેમ્બરે પણ હવામાનમાં પલટો આવે અને તા.22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થાય અને ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા રહે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો