Ambalal Patel Big Forecast, Gujarat for Next Three Or Four days in State Server Area
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં ફરી મેઘરાજાની થશે ધમાકેદાર રી-એન્ટ્રી,મઘા નક્ષત્રમાં કયા જિલ્લાઓમાં થશે ભારે વરસાદ

ગુજરાતમાં ફરી મેઘરાજાની થશે ધમાકેદાર રી-એન્ટ્રી,મઘા નક્ષત્રમાં કયા જિલ્લાઓમાં થશે ભારે વરસાદ

 | 8:09 am IST

રાજ્યમાં 14થી 16 ઓગસ્ટે ફરી સારા વરસાદના યોગ, 17મીથી શરૂ થતા મઘા નક્ષત્રમાં ક્યા સારો વરસાદ પડશે તે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, મહિસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ચાલુ વર્ષે સારો વરસાદ પડયો છે. જો કે, હજુ પણ તેમાં ઉમેરો થઈ શકે છે.

રાજ્યમાં આગામી તા.14થી 16માં ફરી વરસાદ પડવાના યોગ સર્જાયા છે. જેમાં પંચમહાલ, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત, અમદાવાદ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના યોગ છે. આશ્લેષા નક્ષત્રમાં વરસાદથી કૃષિ પાકોમાં ઈયળ અને મોલોનો ઉપદ્રવ વધ્યો છે. આગામી 17મી ઓગસ્ટથી માઘા નક્ષત્ર આવતું હોવાથી સારા વરસાદના યોગ સર્જાયા છે.

રાજ્યભરમાં ઓગસ્ટ મહિનામાં મેઘરાજાએ મહેર કરતાં રાજ્યમાંથી પાણીનું સંકટ દૂર થતાં ખેડૂતોના હૈયા પુલકિત થઈ ઊઠયાં છે. ભારે વરસાદથી જળાશયોમાં નવા નીર આવતાં અનેક ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. હજુ પણ રાજ્યમાં 14મીથી સારા વરસાદના યોગ હોવાથી રાજ્યમાં હજુ સારો વરસાદ પડી શકે છે.

માત્ર એટલું જ નહીં પણ 17મીથી માઘા નક્ષત્રનો પ્રારંભ થાય છે જેમાં સારો વરસાદ પડી શકે છે. અમદાવાદ સહીતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદના યોગ હોવાનું હવામાન જ્યોતિષી અંબાલાલ દા.પટેલે જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ વર્ષે મેઘરાજાએ સાર્વત્રિક મહેર કરતાં અત્યાર સુધીમાં 83 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને હજુ ચોમાસુ બાકી છે ત્યારે 100 ટકા વરસાદ પડી શકવાનો અંદાજ છે.

રાજ્યમાં અને દેશભરમાં છેલ્લા 15 દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. જેના કારણે નદી, નાળા અને ડેમ ઓવરફ્લો થઇ ગયા છે. સોમવારે વિરામ બાદ ફરી મેઘરાજાની ધામાકેદાર બેટિંગ શરૂ થશે, રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

બંગાળ પર લો પ્રેશર સર્જાયું છે, આ સિસ્ટમ હવે ગુજરાત તરફ ફંટાઇ રહી છે, આથી હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે છે. સાથે જ જણાવાયું છે કે હજુ 14થી 16 ઓગસ્ટના ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, મહિસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 ઓગસ્ટના સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન