Ambalal Patel's forecast: It will rain all over Gujarat till the 22nd September 2021
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અંબાલાલ પટેલની આગાહી: ભાદ્રપદમાં મેઘ નર્તન, સમગ્ર ગુજરાતમાં 22મી સુધી સચરાચર વરસાદ વરસશે

અંબાલાલ પટેલની આગાહી: ભાદ્રપદમાં મેઘ નર્તન, સમગ્ર ગુજરાતમાં 22મી સુધી સચરાચર વરસાદ વરસશે

 | 6:47 am IST
  • Share

અતિ ભારે વરસાદથી સૌરાષ્ટ્રના ઘણા ભાગો જળતરબોળ થવાથી જન જનને હાનિ પહોંચવામાં આવે છે. આમ છતાં હજુ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જળાશયો અને તળાવોમાં પાણીની આવક વધુ થવામાં નથી. જો વરસાદ સારો પડે અને જળાશયો ભરાય તો બોર-કૂવાના પાણી ઉંચા આવી શકે. જેથી રવિ પાકોમાં સિંચાઈ સારી રીતે થઈ શકે. અમદાવાદ-ગાંધીનગર, પંચમહાલ, મધ્ય ગુજરાત, મહેસાણા, સમી, હારીજ, કડી, બેચરાજી, સિદ્વપુર, પાલનપુરના ભાગોમાં પણ તા.૧૩ થી ૧૫ અને તા.૧૭ થી ૨૨માં સારો વરસાદ થવાની શક્યતા રહેશે.

આ ઉપરાંત ભાદરવી પૂનમે અંબાજીના મેળા વખતે પણ અંબાજીના ડુંગરાળ વિસ્તાર દાંતા અને અન્ય ભાગોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે. તા.૧૩ પછી થતો વરસાદનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે. આથી આ વરસાદનું પાણી પૂર્વા ફાલ્ગુની નક્ષત્રના પાણીના ઝેરને ધોઈ નાખે તેવું મનાય છે. જો કે હવેનો વરસાદ ગરમી સાથે પડે અને મેઘ જ્યાં ત્યાં પડે તેમ અંબાલાલ દા. પટેલે જણાવ્યું છે.

વરસાદ અંગે જોતા હજુ બંગાળના ઉપસાગરમાં એક પછી એક હવાના હળવા દબાણ ઉભા થવાથી ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવી શકે છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે. તા.૧૩ થી ૧૫માં એટલે કે આજ રાતથી જ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શરૃઆત થઈ જવાની શક્યતા રહેશે. ઉપરાંત તા.૧૭ થી ૨૨માં પણ સારો વરસાદની શક્યતા રહેશે.

સિસ્ટમ મજબૂત બનતા ભારતના મધ્ય ભાગો, ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો ઉપરાંત કચ્છના ભાગો, સુરેન્દ્રનગરના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

નર્મદાના જળ સ્તરમાં વધારો થશે. તાપી નદીના જળ સ્તરમાં પણ વધારો થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવા, ડાંગ, વલસાડ વગેરે ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે. એટલે આ વખતે ભાદરવો ભરપુર રહેશે.

ઉત્તર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જળાશયો તેમજ બંધોમાં જળ સ્ત્રોતમાં વધારો થતા પાણીની આવક વધશે. રાજ્યમાં વરસાદ લગભગ ૯૮ ટકા થવાની શક્યતા રહેશે. એટલે પાછોતરો વરસાદ જોતા પણ દિવેલા જેવા પાકો સારા થશે. વિષમ હવામાનની વિપરિત અસરથી કપાસના પાકોમાં અસર થઈ શકે. બિનપિયત ભાગોમાં રૃ, ચણાનો પાક સારો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન