Ambalal Patel's forecast:Regular monsoons are likely to start from the first week of July
  • Home
  • Ahmedabad
  • હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે નક્ષત્રોની હિલચાલ જોઈ કરી મોટી આગાહી, જાણો એકંદરે ચોમાસું કેવું રહેશે?

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે નક્ષત્રોની હિલચાલ જોઈ કરી મોટી આગાહી, જાણો એકંદરે ચોમાસું કેવું રહેશે?

 | 8:00 am IST

તા.૨૭ મેથી ૬ જૂન દરમિયાન રાજ્યમાં આંધી-વંટોળની શક્યતા. સામાન્ય રીતે જૂન માસમાં અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણ ઊભા થતા હોય છે અને જેના કારણે વાવાઝોડા પણ સર્જાતા હોય છે. ૩૧ મેથી ૬ જૂન વચ્ચે સમુદ્રમાં હવાના હળવા દબાણ ઊભા થાય અને પ્રિ-મોન્સૂન ગતિવિધિના લીધે દરિયો તોફાની બની શકે અને વાવાઝોડા પણ થઈ શકે.

તા.૫ જૂન દરમિયાન દરિયો ભારે તોફાની બને. તા.૧૩, ૧૪, ૧૫ જૂનમાં પણ હવાના હળવા દબાણ ઊભા થતા ગુજરાત-સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વરસાદ થવાની શક્યતા રહે. ૨૧ જૂન આસપાસ પણ વરસાદ થવાની શકયતા રહે. નિયમિત ચોમાસું જુલાઈના પ્રથમ સપ્તાહમાં આવવાની શક્યતા રહે. ચોમાસું એકંદરે સારું રહે, તેમ અંબાલાલ દા. પટેલે જણાવ્યું છે.  

જૂન માસમાં અરબી સમુદ્રમાં વાવાઝોડા થતા હોય છે. તા.૨૭ મેથી ૬ જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થાય. ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, મહેસાણાના ભાગો, વિરમગામ, સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં આંધી-વંટોળનું પ્રમાણ રહે. જે ગતિવિધિ થવી જરૂરી છે.

આથી ચોમાસું વરસાદ આવી શકે. તા.૭ જૂન પછી આંચકાનો પવન વાય અને રોહિણી નક્ષત્રમાં જૂનના પ્રથમ સપ્તાહમાં એટલે કે તા.૧ થી ૬ જૂનમાં વરસાદ થાય તો આદ્રામાં સારો વરસાદ થાય. સૂર્યનો રોહિણી નક્ષત્રમાં તાપ પડવો જોઈએ અને ૮ જૂન પછી પવન ફૂંકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન