Ambani Family Attend Priyanka Chopra and Nick Jonas’ Sangeet Ceremony
  • Home
  • Featured
  • Photos: પ્રિયંકા ચોપડાની સંગીત સેરેમનીમાં અંબાણી પરિવાર સહિતની સેલિબ્રિટી પહોંચી

Photos: પ્રિયંકા ચોપડાની સંગીત સેરેમનીમાં અંબાણી પરિવાર સહિતની સેલિબ્રિટી પહોંચી

 | 7:48 am IST


પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્નની વિધિ જોધપુરમાં શરૂ થઇ ગઇ છે. મહેમાન સતત દેખાઇ રહ્યા છે. પ્રિયંકાની સંગીત સેરેમનીમાં સામેલ થવા માટે મુકેશ અંબાણી પણ સહપરિવાર પહોંચ્યા હતા. તેઓ પત્ની નીતા અંબાણી, દીકરા અનંત અને ઇશા સંગ એરપોર્ટ દેખાયા હતા.

પ્રિયંકાની સંગીત સેરેમની માટે ઉમેદ પેલેવને દુલ્હનની જેમ શગણારાયું છે. સંગીત સેરેમનીની થીમ રાજસ્થાની રખાઇ છે. આપને જણાવી દઇએ કે 2 ડિસેમ્બરના રોજ પ્રિયંકા અને નિક સાત ફેરા ફરશે. લગ્ન હિન્દુ અને ક્રિશ્ચિયન બંને રીતિ રિવાજોથી થશે.

આ લગ્નમાં હાજરી આપવા માટે શુક્રવારના રોજ કેટલાંય વીવીઆઈપી જોધપુર પહોંચ્યા. પ્રિયંકાના મહેમાનોની યાદીમાં દેશી અને વિદેશી બંને મહેમાનો સામેલ છે. સૌથી પહેલાં સુક્રવારના રોજ સલમાન ખાનની નાની બહેન અર્પિતા પોતાના દીકરા સાહિલની સાથે જોધપુર પહોંચી.

અર્પિતા બાદ જાણીતા મેકઅપ મેન મિકી કોન્ટ્રાક્ટર પણ જોધપુર પહોંચ્યા હતા. આ સિવાય જાણીતી સિંગર માનસી સ્કોટ પણ આ લગ્નમાં હાજરી આપવા જોધપુર પહોંચી હતી. માનસી સ્કોરની સાથે તેમની ટીમ પણ આવી છે, જે લગ્નમાં પર્ફોમ કરશે. પ્રિયંકા ચોપડાનો મેનેજર ચાંદ મિશ્રા પણ જોધપુર પહોંચ્યો. પ્રિયંકાના લગ્નમાં હાજરી આપવા ફેશન ડિઝાઇનર સબ્યાસાચી મુખર્જી પણ જોધપુર પહોંચ્યા.

મહેમાનોને કેટલાંક નિયમોનું પાલન કરવું પડશે. કેમેરાવાળા મોબાઇલ લઇને મહેમાન લગ્ન સ્થળમાં પ્રવેશી શકશે નહીં.