Ambani Femily Remembering Dhirubhai Ambani before Wedding Ceremony
  • Home
  • Videos
  • Featured Videos
  • આકાશ-શ્લોકાના લગ્ન પહેલા અંબાણી પરિવારે કર્યા પૂર્વજોને યાદ, જુઓ Video

આકાશ-શ્લોકાના લગ્ન પહેલા અંબાણી પરિવારે કર્યા પૂર્વજોને યાદ, જુઓ Video

 | 7:38 pm IST

દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મહેતા સાથે આજે થઈ રહ્યાં છે. આ લગ્ન પ્રસંગમાં દેશ-વિદેશની જાણીતી હસ્તીઓએ હાજરી આપી છે. આ વેડિંગ સેરેમનીમાં બોલિવૂડ, બિઝનેસ, ખેલ જગત, ગ્લોબલ લીડર અને રાજનીતિક ક્ષેત્રની કેટલીક મોટી હસ્તીઓ પહોંચી છે. રિપોર્ટ મુજબ લગ્નની બધી ધાર્મિક વિધિઓ આજે બપોરે સાડા ત્રણ વાગ્યાથી શરૂ થઈ છે. લગ્નનું આયોજન મુંબઈ ખાતે જિયો વર્લ્ડ સેન્ટરમાં કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ વેડિંગ સેરેમનીની શરૂઆત અંબાણી પરિવારે તેમના પૂર્વજોને યાદ કરીને કરી. મુકેશ અને નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાએ સૌથી પહેલા ધીરૂભાઈ અંબાણીને યાદ કર્યા. નોંધનીય છે કે વિશ્વમાં ખ્યાતનામ અને ટોચના ઉદ્યોગપતિઓની યાદીમાં સામેલ હોવા થતા અંબાણી પરિવાર તેમના સંસ્કાર અને પૂર્વજોને યાદ કરવાનું ભૂલ્યા નથી. આ પ્રસંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જ્યારે હવે એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં અંબાણી પરિવાર તેમના પૂર્વજોને યાદ કરતા નજરે આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન