એમ્બેસેડર ફરી રસ્તા પર દોડતી થશે - Sandesh
  • Home
  • Featured
  • એમ્બેસેડર ફરી રસ્તા પર દોડતી થશે

એમ્બેસેડર ફરી રસ્તા પર દોડતી થશે

 | 4:07 pm IST

પ્યૂજો, સિથોએન અને ડીએસ જેવી બ્રાન્ડના માલિક ઓટો ઉત્પાદક પીએસએ ગ્રુપે ભારતમાં એમ્બેસેડર બ્રાન્ડ ખરીદી લીધી છે. પીએસએ અને સી.કે. બિરલા ગ્રુપ 50-50 ટકા ભાગીદારી સાથેનું સંયુક્ત સાહસ છે.

ફેબ્રુઆરી 2017માં પ્યુજો (પીએસએ ગ્રુપ)એ રૂ. 80 કરોડમાં એમ્બેસેડર કાર બ્રાન્ડની હિન્દુસ્તાન મોટર્સ પાસેથી ખરીદી કરી હતી. સંયુક્ત સાહસે કાર અને પાવરટ્રેનના ઉત્પાદન માટેના પ્લાન્ટની સ્થાપના માટે રૂ. 700 કરોડના રોકાણની પણ જાહેરાત કરી છે.

પાવરટ્રેન પ્લાન્ટની પ્રારંભિક ઉત્પાદન ક્ષમતા વર્ષે બે લાખ યુનિટ જેટલી હશે. તમિલનાડુનો હોસુર પ્લાન્ટ 2019 સુધીમાં કાર્યાન્વિત થવાની ધારણા છે અને 2020 સુધીમાં તેના વાહનોના રસ્તા પર દેખા દેવાની શરૂઆત કરશે.