મોહન ભાગવતના 'કૂતરાવાળા' નિવેદન પર આંબેડકરના પૌત્ર ભડક્યા, આપ્યો 'આ' જવાબ - Sandesh
  • Home
  • India
  • મોહન ભાગવતના ‘કૂતરાવાળા’ નિવેદન પર આંબેડકરના પૌત્ર ભડક્યા, આપ્યો ‘આ’ જવાબ

મોહન ભાગવતના ‘કૂતરાવાળા’ નિવેદન પર આંબેડકરના પૌત્ર ભડક્યા, આપ્યો ‘આ’ જવાબ

 | 4:35 pm IST

અમેરિકાના શિકાગોમાં વિશ્વ હિંદુ કૉંગ્રેસમાં એરએસએસના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, હિંદુ સમાજમાં મહાબુદ્ધિશાળી લોકોની સંખ્યા સૌથી વધારે છે. પરંતુ તેઓ ક્યારેય સાથે નથી આવતા. શૂઆતથી જ હિંદુઓને સાથે રાખવાનું કામ મુશ્કેલ રહ્યું છે. હિંદુ સમુદાયે એકજૂટ થઇને માનવ કલ્યાણ માટે કામ કરવું જોઇએ.

શિકાગોમાં સ્વામી વિવેકાનંદના 11 સપ્ટેમ્બર, 1893એ આપેલા ભાષણને 125 વર્ષ પૂર્ણ થવા પર 7-9 સપ્ટેમ્બર સુધી આયોજીત હિંદુ કોંગ્રેસમાં 80 દેશોના 2500 લોકો ભાગ લઇ રહ્યા છે. ભાગવતે કહ્યું કે, હિંદુ કોઇનો વિરોધ કરવા માટે જીવતા નથી. જોકે, કેટલાક લોકો હિંદુઓનો વિરોધ કરી શકે છે. હિંદુઓએ પોતે તૈયાર થવુ પડશે, જેથી વિરોધ કરનારા નુક્સાન કરી શકે નહી. આપણે જીવનનાં દરેક પાસામાં મજબૂત બનવું પડશે.

તેમણે કહ્યું,’હિન્દુઓ સાથે મળીને રાખવા મુશ્કેલ છે. સિંહ ક્યારેય જૂથમાં જતા નથી, પરંતુ તે સિંહ હોય કે બંગાળ વાઘ જ્યારે તે એકલા ચાલે છે, ત્યારે જંગલી શ્વાનો હુમલો કરી શકે છે અને તેને ખતમ કરી શકે છે. ‘

સંઘ પ્રમુખે આગળ કહ્યું કે, લોકો પર પ્રભુત્વ કરવાની અમારી ઇચ્છા નથી. અમારું પ્રભાવ વિજય અથવા સંસ્થાનવાદનું પરિણામ નથી. અમે વિશ્વને વધુ સારું બનાવવા માંગીએ છીએ હું પણ આધુનિક વિરોધી નથી, પરંતુ વધુ સારા ભવિષ્યના સમર્થનમાં છું.

ભાગવતના વાદ અને કૂતરાવાળા નિવેદન પર ભડક્યા આંબેડકર
સંઘ પ્રમુખ મોહન ભાગવતના ‘વાઘ અને કૂતરા’વાળા નિવેદન પર વિવાદ ઉભો થઇ ગયો છે. ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકરના પૌત્ર અને પૂર્વ સાંસદ પ્રકાશ આંબેડકરે ભાગવતના નિવેદનની આલોચના કરી છે. શિકાગોમાં ચાલી રહેલા વિશ્વ હિંદુ સંમેલનમાં ભાગવતે કહ્યું હતું કે,’જો વાઘ એકલો હોય તો જંગલી કૂતરાઓ તેના પર હુમલો કરીને તેને મારી નાંખે છે.’

ભાગવતના નિવેદન પર શનિવારે ભરીપ બહુજન મહાસંઘના નેતા આંબેડકરે કહ્યું,’ખરેખર સંઘ પ્રમુખે ‘કૂતરા’ શબ્દનો ઉપીયોગ વિપક્ષીય પાર્ટીઓ માટે કર્યો હતો. હું ભાગવતના આ નિવેદનની નિંદા કરૂ છું. રાજનૈતિક દળોનું સત્તામાં આવવું ને જવું ચાલ્યા કરે, પરંતુ વિપક્ષીય પાર્ટીઓનું કૂતરા સાથે તુલના કરવી યોગ્ય નથી.’