અંબોલીમાંથી ૬.૩ કરોડના કોકેન સાથે બે વિદેશી ઝડપાયા - Sandesh
  • Home
  • Mumbai
  • અંબોલીમાંથી ૬.૩ કરોડના કોકેન સાથે બે વિદેશી ઝડપાયા

અંબોલીમાંથી ૬.૩ કરોડના કોકેન સાથે બે વિદેશી ઝડપાયા

 | 12:26 am IST

। મુંબઈ ।

ખબરીએ આપેલી પાકી માહિતીના આધારે એન્ટી નાર્કોટિકસ સેલના બાન્દ્રા યુનિટે અંબોલી અંધેરીમાંથી બે વિદેશીઓની રૂપિયા ૬.૩ કરોડના એક કિલો કોકેન સાથે ધરપકડ કરી છે.

એન્ટી નાર્કોટિક્સ સેલના ઓફિસરોએ અંધેરી (પશ્ચિમ)ના અંબોલીમાં સીઝર રોડ જંકશન પરની સ્કૂલ પાસે વોચ ગોઠવી રવિવારે બે વિદેશીઓની ધરપકડ કરી હતી. ૩૮ વર્ષના આરોપી ડેનિયલ પાસેથી રૂપિયા ૩.૩ કરોડનો ૫૦૫ ગ્રામ હાઇ ક્વોલિટિનું કોકેન જ્યારે ૩૫ વર્ષના જ્હોન જેમ્સ ફ્રાંસિસ પાસેથી રૂ.૩ કરોડનું ૫૦૦ ગ્રામ હાઇ ક્વોલિટીનું કોકેન જપ્ત કરાયું હતું. તેમની સામે અન્ય કલમો સહિત એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી કરાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;