NIFTY 10,283.60 +68.85  |  SENSEX 33,342.80 +235.98  |  USD 65.0100 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • Video સ્વિફ્ટ કારની ટક્કરથી ઈકો કાર હવામાં બોલની જેમ ફંગોળાઈ, જોનારાના મોઢેથી ચીસ નીકળી પડી

Video સ્વિફ્ટ કારની ટક્કરથી ઈકો કાર હવામાં બોલની જેમ ફંગોળાઈ, જોનારાના મોઢેથી ચીસ નીકળી પડી

 | 2:10 pm IST

ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર ખતરનાક એક્સિડન્ટનો વીડિયો વાઈરલ થયો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિની મોત થઈ છે. તેજ રફ્તાર કેટલી જાનલેવા સાબિત થઈ શકે છે તો આ વીડિયોમાં જોઈ શકાય છે. સ્પીડમાં ઓવરટેક કરવાને કારણે એક જીવ ગયો હતો. મરનાર વ્યક્તિ મારુતિ ઈકો ચલાવી રહ્યો હતો. ત્યારે સ્પીડમાં જઈ રહેલી સ્વિફ્ટ ડિઝાયર કારચાલકે આગળ જવાની હોડમાં અચાનક કટ મારીને લેન બદલી દીધી હતી અને તેને કારણે પાસેથી પસાર થઈ રહેલી લેંબોર્ગિનીનું સંતુલન બગડ્યું હતું. લેંબોર્ગિની ઈકો કાર સાથે અથડાઈ હતી. સ્પીડને કારણે ટક્કર એટલી જોરદાર હતી કે, ઈકો કાર બેત્રણવાર હવામાં ઉછળીને પલટી હતી અને રસ્તાની એક બાજુ ફેંકાઈ હતી. આ એક્સિડન્ટમાં ઈકો સવારનું મોત થયું હતું.

મારુતિ ઈકો કારનો ડ્રાઈવર અરશદ અહમદ પૂર્વીય દિલ્હીના મંડાવલીનો રહેવાસી હતો. ઘટના બાદ તેને તરત હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ તે મરી ચૂક્યો હતો. સ્વિફ્ટ ડિઝાયર કારના ડ્રાઈવરની ધરપકડ કરી લેવાઈ હતી. પરંતુ લેંબોર્ગિની ડ્રાઈવર હજી સુધી પકડાયો નથી. પોલીસે આપેલી માહિતી અનુસાર, એક્સપ્રેસ વે પર સૌથી વધુ એક્સિડન્ટ લેનમાં ન રહેવાને કારણે અને તેજ રફ્તારને કારણે થાય છે.