ambulance attendant claims sushant singh rajput body had turned yellow
  • Home
  • Entertainment
  • Bollywood
  • એમ્બ્યુલન્સ એટેન્ડન્ટે કર્યો સૌથી મોટો ધડાકો: મને દબાણ છે, સુશાંતના શરીર પર ઘાવના નિશાન…

એમ્બ્યુલન્સ એટેન્ડન્ટે કર્યો સૌથી મોટો ધડાકો: મને દબાણ છે, સુશાંતના શરીર પર ઘાવના નિશાન…

 | 4:00 pm IST

સુશાંત સિંહ રાજપૂતના મામલે રોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. કોઈ આમ કહે છે તો કોઈ તેમ કહે છે. રાજનેતાઓ પણ હવે આ મામલે પોતાના બે બોલ રાખી રહ્યા છે. ત્યારે હવે સુશાંતના મૃતદેહને લઈ જનાર એમ્બ્યુલન્સના એટેન્ડન્ટે નિવેદન જાહેર કર્યું છે. તેનો દાવો છે કે પોલીસના દબાણને કારણે તે ઘણું બધું કહી શકતો નથી. જોકે તેણે પોલીસ ટીમ સાથે સુશાંતના રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે સુશાંતનો મૃતદેહ કઈ સ્થિતિમાં હતો તે વિશે ચોક્કસપણે જણાવ્યું છે.

એક ન્યૂઝ વેબસાઈઈટના એક અહેવાલ મુજબ એમ્બ્યુલન્સના એટેન્ડન્ટે કહ્યું કે, તેણે આ અગાઉ પણ આત્મહત્યા કરનારા લોકોની લાશ જોઇ હતી, પરંતુ સુશાંતનું શરીર પીળું પડી ગયું હતું. આ એટેન્ડન્ટે દાવો કર્યો હતો કે સુશાંતના પગ જ માત્ર વળેલા હતા એવું નહીં પણ શરીર પર ઘાવના નિશાન પણ હતા. એટેન્ડન્ટે સુશાંતના ગળા પરના નિશાન અંગે પણ સવાલ કર્યા હોવાનો દાવો કર્યો હતો.

જોકે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સુશાંતને ફાંસી લગાવી ત્યારે તેના પગ અને પલંગ વચ્ચે ખૂબ જ ઓછું અંતર હતુ. આવી સ્થિતિમાં જ્યારે તેણે ફાંસી લગાવી હશે ત્યારે તેના પગ પર ઈજા થઈ શકે છે. જોકે, ફોરેન્સિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુશાંતના ગળા પર જે નિશાન છે તે કપડાનું જ છે. જેનાથી તેણે ફાંસી લગાવી હતી. આ સમાચાર પછી ઘણા ફેન્સે પણ આ મુદ્દા પર તેમના મંતવ્યો શેર કર્યા હતા.

આ વીડિયો પણ જુઓ: સરકારની યોજનાથી ખેડૂતોને મોટી રાહત : પાટીલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન