AMC Commissioner Vijay Canal's big statement, Ahmedabad ranked first in SmartCity rankings
  • Home
  • Ahmedabad
  • ‘કોરોના સામેની લડતમાં સ્માર્ટસિટીની મહત્વપૂર્ણ ભૂમિકા, 100 શહેરોમાં અમદાવાદ પ્રથમ સ્થાને: વિજય નહેરા

‘કોરોના સામેની લડતમાં સ્માર્ટસિટીની મહત્વપૂર્ણ ભૂમિકા, 100 શહેરોમાં અમદાવાદ પ્રથમ સ્થાને: વિજય નહેરા

 | 1:03 pm IST

રાજ્યમાં કોરોના કહેર વચ્ચે દરરોજ પોઝિટીવ કેસના આંકડાઓ ખતરારૂપ રીતે વધી રહ્યા છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિજય નહેરા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. ગુજરાતમાં આજે વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. મકરઝથી આવેલા લોકોના વિસ્તારોમાં કેસ વધી રહ્યાં છે. અમદાવાદના હોટસ્પોટ કરાયેલા વિસ્તારોમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ આજે એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ કોરોના સામે લડવા માટે 100 શહેરોમાં અમદાવાદ પહેલા સ્થાને છે. અમદાવાદમાં દેશનું સર્વશ્રેષ્ઠ કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ અમદાવાદમાં બનાવવામાં આવ્યો છે. કોરોના સામેની લડતમાં દેશના સ્માર્ટસિટીઓની ભૂમિકા મહત્વપૂર્ણ રહેલી છે. ત્યારે અમદાવાદનું સૌભાગ્ય કે 100 શહેરોમાં અમદાવાદ પ્રથમ સ્થાને છે. હાલ અમદાવાદમાં બનાવાયેલા સ્માર્ટ સિટી કંટ્રોલરૂમથી તમામ સ્થળોની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.

વિજય નહેરાએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં 36 જગ્યાએ LED સાઈનબોર્ડ મુકવામાં આવ્યા છે, જેના થકી કોરોના વિષયક માહિતી લોકોને પહોંચાડવામાં આવી રહી છે. આ સિવાય શહેરના કોઈ પણ નાગરિકોને કોઈપણ સમસ્યા હોય તો તે ફોન કરતા જ તેને હલ કરવામાં આવશે. કોરોના વિશે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, માર્ચ મહિનામાં 5219 લોકો વિદેશથી આવ્યા છે. બીજી બાજુ 5219 લોકોનો 14 દિવસનો ક્વોરન્ટાઈન સમય પણ પૂર્ણ થયો છે. વિદેશથી આવેલા લોકોએ શિસ્ત જાળવી તે આપણા માટે મોટી વાત છે, જ્યારે નિયમભંગ કરનારા 9 લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની વાત કબૂલી હતી.

વિજય નહેરાએ છેલ્લા 24 કલાકમાં અમદાવાદની હાલત વધુ કફોડી બની હોવાની વાત જણાવી હતી. તેમણે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 11 નવા કેસ સામે આવ્યા છે. જેમાં 11માંથી 10 કેસ તબલીગી જમાત સાથે જોડાયેલા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 144 કેસ થયા છે. અમદાવાદમાં 11 નવા કેસ જ્યારે સુરત, મહેસાણા અને પાટણમાં એક-એક નવા કેસનોંધાયા છે. રાજ્યમાં કુલ 144 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 11 દર્દીઓના મૃત્યુ થયા છે તો 21 દર્દીઓ સાજા થઇ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજ્ય માટે એ બાબત પણ હવે ચિંતા ઉપજાવે તેવી છે કે રાજ્યમાં હવે લોકલ ટ્રાન્સમિશનના કેસ વધી રહ્યાં છે. કુલ 144 પોઝિટિવ કેસમાંથી 85 જેટલા કેસ લોકલ ટ્રાન્સમિશન છે. જેના કારણે રાજ્યના અનેક શહેરોમાં સાચવેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારને ક્વૉરન્ટીન કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન