AMC Election Result 2021 Live: Know All Updates about Result
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • AMC Election Result: અ’વાદ મનપાની ચૂંટણીમાં BJPની સત્તાનું પુનરાવર્તન, ભાજપ 159, કોંગ્રેસ 25, 8 પર અપક્ષની જીત

AMC Election Result: અ’વાદ મનપાની ચૂંટણીમાં BJPની સત્તાનું પુનરાવર્તન, ભાજપ 159, કોંગ્રેસ 25, 8 પર અપક્ષની જીત

 | 8:50 pm IST
  • Share

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની (AMC Election) ગત રવિવારે યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ 42.51 ટકા મતદાન થયું હતુ. ગુજરાત કોલેજ અને એલ.ડી. એન્જિનીયરિંગ કોલેજ ખાતે મતગણતરી કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં 48 વોર્ડની 191 બેઠક ઉપર ચૂંટણી યોજાઇ હતી જેમાં ભાજપના 191, કોંગ્રેસના 188 અને અન્ય પાર્ટીના ઉમેદવારો મળીને કુલ 773 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો (AMC Election Result) જાહેર થશે.

જાણો રિઝલ્ટના તમામ અપડેટઃ

  • અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપનો જ્વલંત વિજય
  • 48 વોર્ડની 192માંથી 159 બેઠકો પર ભાજપની જીત
  • અમદાવાદના ખાનપુરમાં ભાજપની ઉજવણી
  • ખાનપુર કાર્યાલય ખાતે જીતની ભવ્ય ઉજવણી
  • કાર્યક્રમમાં સીઆર પાટીલનું સંબોધન
  • મનપામાં ભાજપે નવો રેકોર્ડ બનાવ્યો: પાટીલ
  • પાર્લામેન્ટરી બોર્ડના નિયમોથી મજબૂતી વધી: પાટીલ
  • પાર્લા. બોર્ડના નિયમનો બધાએ સ્વીકાર કર્યો: પાટીલ
  • અમદાવાદમાં ઓવૈસીની પાર્ટી AIMIMની એન્ટ્રી
  • કોંગ્રેસના ગઢ જમાલપુરમાં AIMIMની જીત
  • મક્તમપુરામાં AIMIM 3, કોંગ્રેસ 1 પર આગળ
  • અમદાવાદમાં ભાજપની સત્તાનું પુનરાવર્તન
  • ભાજપ 157, કોંગ્રેસ 14, એક અપક્ષની જીત
  • રામોલ, હાથીજણમાં ભાજપની જીત
  • AMCના પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માની હાર
  • અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખે આપ્યું રાજીનામું
  • ઈન્ડિયા કોલોની, સરસપુર, રખિયાલમાં ભાજપની જીત
  • લાંભામાં ભાજપને 3, એક અપક્ષની જીત
  • વિરાટનગર, મણિનગર, ઈન્દ્રપુરીમાં ભાજપની જીત
  • દરિયાપુર, બહેરામપુરા, દાણીલીમડામાં કોંગ્રેસની જીત
  • 6 મહાનગરપાલિકામાં ભાજપ રેકોર્ડ બ્રેક જીત તરફ
  • રાજકોટ, વડોદરા મહાનગરપાલિકામાં ભાજપની જીત
  • જામનગર, ભાવનગરમાં ભાજપની ભવ્ય જીત
  • ભાવનગરમાં ભાજપે બેઠકમાં 25 વર્ષનો રેકોર્ડ તોડ્યો
  • જામનગર અને રાજકોટના શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્યા
  • પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા હાર્યા
  • 6 મનપા ચૂંટણીમાં કોંગ્રેસે સ્વીકારી હાર
  • કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાનું ટ્વીટ
  • પરિણામ કાર્યકરોને નિરાશ કરનારું: મોઢવા઼ડિયા
  • જનતાના વિશ્વાસ માટે પરિશ્રમ કરીશું: મોઢવાડિયા
  • ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા એરપોર્ટ
  • ઘરે ગયા બાદ જુદા – જુદા કાર્યક્રમમાં રહેશે હાજર
  • ભાજપના વિજય જશ્નમાં જોડાય તેવી શક્યતા
  • મોટેરા સ્ટેડિયમમાં પણ વ્યવસ્થાની કરી શકે છે સમીક્ષા
  • ઈન્ડિયા કોલોનીમાં ભાજપના 3 ઉમેદવારોની જીત, 1 બેઠક પર કોંગ્રેસના મહિલા ઉમેદવાર વિજેતા
  • ઈન્ડિયા કોલોનીમાં ભાજપની જીત
  • અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપનો દબદબો
  • હાટકેશ્વર, ભાઈપુરા, બોડકદેવ, વેજલપુરમાં ભાજપની જીત
  • પાલડી, જોધપુર, સરદારનગરમાં ભાજપની જીત
  • દરિયાપુર, બહેરામપુરા, દાણીલીમડામાં કોંગ્રેસની જીત
  • થલતેજ, નવરંગપુરા, વસ્ત્રાલ, ગોતામાં ભાજપની જીત
  • નવા વાડજ, સૈજપુર બોઘા, ખોખરામાં ભાજપની જીત
  • અમદાવાદના પૂર્વ વિપક્ષના નેતાની હાર
  • ચાંદખેડામાં દિનેશ શર્માની હાર
  • મણિનગરમાં ભાજપની જીત
  • બોડકદેવ, હાટકેશ્વર, ભાઈપુરા, વેજલપુર, ખોખરા, ઈન્દ્રપુરી વોર્ડમાં ભાજપની જીત
  • ચાંદલોડીયા અને અસારવા, બાપુનગરમાં ભાજપની જીત
  • બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસની જીત, દરિયાપુર અને દાણીલીમડામાં કોંગ્રેસની જીત
  • અમદાવાદમાં ગુજરાત કોલેજ ખાતે આવેલાં મતગણતરી કેન્દ્ર પર ભાજપ અને કોંગ્રેસનાં કાર્યકરો વચ્ચે ઝપાઝપીનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. 
  • અમદાવાદમાં કોંગ્રેસે આખરે ખાતું ખોલાવ્યું છે. દરિયાપુર અને દાણીલીમડા વોર્ડમાંથી કોગ્રેસની પેનલની જીત થઈ છે
  • ગોતા, સરદારનગરમાં ભાજપની જીત
  • મહાનગરોમાં સારા પરિણામોને જોતાં ભાજપ જીતનો જશ્ન મનાવશે. અને આ જશ્નમાં સીએમ રૂપાણી હાજર રહે તેવી સંભાવના છે. અમદાવાદ ખાનપુર કાર્યાલય ખાતે જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ ઉપસ્થિત રહેશે.
  • સૈજપુર બોઘા, નવા વાડજ વોર્ડમાં ભાજપની જીત
  • નિકોલમાં ભાજપ પેનલની જીત
  • નવરંગપુરા અને ખોખરામાં ભાજપની પેનલ જીતી
  • થલતેજ, વસ્ત્રાલ, જોધપુરના વોર્ડમાં ભાજપની જીત
  • કોંગ્રેસના ગઢમાં ઓવૈશીની AIMIMનું ગાબડું
  • બહેરામપુરા વોર્ડમાં AIMIM આગળ, ગોતા, વસ્ત્રાલ, સરદારનગરમાં ભાજપ આગળ, દાણીલીમડા, દરિયાપુર, ચાંદખેડામાં કોંગ્રેસ આગળ. સૈજપુર બોઘામાં ભાજપની પેનલ આગળ. બાપુનગરમાં બે રાઉન્ડના અંતે ભાજપ આગળ. નવા વાડજ, વસ્ત્રાલ, ખોખરા, થલતેજમાં ભાજપ આગળ. જોધપુર, અસારવા, નિકોલમાં ભાજપ આગળ.
  • અમદાવાદમાં પોલીસ- ભાજપ કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ હતી. પૂર્વ કોર્પોરેટર બિપિન સિક્કાની પોલીસ સાથે માથાકૂટની ઘટના સામે આવી છે. મતગણતરી કેન્દ્રમાં જવા બાબતે બોલાચાલી થઈ હતી.

ભાજપ ફરી સતત ચોથી ટર્મ જીતીને જીતનો ચોક્કો મારશે કે પછી કોંગ્રેસ 15 વર્ષના વનવાસ બાદ ફરી સત્તામાં વાપસી કરશે તેની ઉપર સૌની નજર રહેશે. ઉલ્લેખનીય છે કે, ગત 2015ની અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં 46.51 ટકા મતદાન થયું હતુ પછી 2021ની ચૂંટણીમાં ચાર ટકા ઘટાડા સાથે 42.51 ટકા મતદાન થયું છે જેના કારણે નવાજુની થવાની ચર્ચા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન