AMC fined Iscon Gathiya rath and other shop owner for dirt in city
  • Home
  • Ahmedabad
  • ગંદકી કરનાર દુકાનદારો સામે AMCની લાલ આંખ, ઈસ્કોન ગાંઠિયા-ઓનેસ્ટને ફટકારાયો મસમોટો દંડ

ગંદકી કરનાર દુકાનદારો સામે AMCની લાલ આંખ, ઈસ્કોન ગાંઠિયા-ઓનેસ્ટને ફટકારાયો મસમોટો દંડ

 | 4:45 pm IST

દેશને સુંદર અને સ્વચ્છ રાખવા માટે 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘સ્વચ્છ ભારત અભિયાન’ની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાન હેઠળ લોકોને સાફ સફાઇ પ્રત્યે જાગરૂત રહેવાનો સંદેશો આપ્યો અને 2019માં મહાત્મા ગાંધીની 150મી જયંતિના અવસરે ભારત તેમને સ્વચ્છ ભારતના રૂપમાં સર્વેશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપી શકે તેથી આ સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરવામાં આવી હતી.

પરંતુ તેમ છતા હાલ પણ દેશના મોટાભાગે વિસ્તારોમાં ગંદકી અને કચરાનાં ઢગલા જોવા મળે છે. આ કારણે લોકોના સ્વાસ્થ્યને ભાગે નુકસાન પણ થાય છે. ત્યારે હવે ઉત્તરાયણ દરમિયાન રાજ્યમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા જાહેરમાં ગંદકી કરનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ AMCની લગભગ 48 ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે.


માહિતી મુજબ એએમસીએ આ કાર્યવાહી હેઠળ ઘોડાસરના ઈસ્કોન ગાંઠિયાને રૂ.50 હજારનો દંડ ફટકારમાં આવ્યો છે. જ્યારે મણિનગર ઓનેસ્ટના માલિકને પણ રૂ.5000નો દંડ ફટકાર્યો છે. એએમસી દ્વારા આ મસમોટો દંડ નવા નિયમ મુજબ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત એએમસી દ્વારા તપાસ હેઠળ સાઉથ ઝોનમાં મહાવીર પ્લાસ્ટિક એકમને સીલ કરવાના સમાચાર પણ મળ્યા છે. શહેરમાં ગંદકી કરનાર વિરૂદ્ધ દંડની આ કાર્યવાહી હાથ ધરવામાં આવતા હવે ગંદકી ફેલાવતા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન