AMC Implements Night Curfew on Friday 20 Nov
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • કોરોનાનાં કેસો વધતાં કરાયો આકરો નિર્ણય, અમદાવાદમાં 57 કલાક સુધી કરફ્યૂ લાદવામાં આવ્યો

કોરોનાનાં કેસો વધતાં કરાયો આકરો નિર્ણય, અમદાવાદમાં 57 કલાક સુધી કરફ્યૂ લાદવામાં આવ્યો

 | 9:52 pm IST

દિવાળી બાદ અમદાવાદ (Ahmedabad)માં કોરોના કેસો (Corona Case)નો રાફડો ફાટતાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે. અને જેના કારણે અમદાવાદમાં ફરી એકવાર કરફ્યૂ (Curfew in Ahmedabad) લાગુ કરવાની જરૂર પડી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી કરફ્યૂનું એલાન કર્યું છે. અને લોકોને કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે.

હવે માહિતી મળી રહી છે કે, શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી સોમવારની સવારે 6 વાગ્યા સુધી એમ સતત 57 કલાક સુધી અમદાવાદમાં કરફ્યૂ રહેશે. અને સોમવારે રાત્રિથી ફરીથી નાઈટ કરફ્યૂ (રાત્રે 9-સવારે6) લાગુ પડશે. એનો મતલબ કે અમદાવાદમાં હવે શનિવાર અને રવિવારે પણ કરફ્યૂ લાગુ પડશે. કરફ્યૂ દરમિયાન દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રહેશે બાકીની તમામ દુકાનો બંધ રહેશે.   

1 ઓગસ્ટે અમદાવાદમાંથી કરફ્યૂ હટાવાયો હતો. જે બાદ હવે કેસો વધતાં ફરીથી નાઈટ કરફ્યૂ  (Night Curfew) લાગુ કરવામાં આવ્યું છે. હવે અગાઉની જેમ જ જો રાત્રે તમે કરફ્યૂના સમયગાળા દરમિયાન બહાર ફરતાં દેખાશો તો તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે. મેડિકલ સહિતની તમામ દુકાનો બંધ રહેશે. 

આ મામલે અમદાવાદના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા (Dr. Rajiv Gupta) એ પરિપત્ર બહાર પાડ્યો છે. અને આગામી સૂચના ન મળે ત્યાં સુધી આ કરફ્યૂ લાગુ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. એનો મતલબ કે હવે લાંબા સમય સુધી નાઈટ કરફ્યૂ લાગુ પડે તેવી સંભાવનાઓ છે. 

અમદાવાદમાં સાડા ત્રણ મહિના પછી ફરીથી કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં 400 બેડ ખાલી છે. અને સરકારી હોસ્પિટલમાં 2237 બેડ ખાલી છે. અમદાવાદમાં વધુ 20 એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. કરફ્યૂ દરમિયાન રિક્ષાઓ અને ટેક્સીઓ પણ બંધ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન