AMC issues notices to 16 private hospitals
  • Home
  • Ahmedabad
  • AMCએ દાદાગીરી કરનારી 16 ખાનગી હોસ્પિટલને નોટિસ ફટકારી, જાણો કંઈ હોસ્પિટલ સામે શસ્ત્ર ઉગામ્યું

AMCએ દાદાગીરી કરનારી 16 ખાનગી હોસ્પિટલને નોટિસ ફટકારી, જાણો કંઈ હોસ્પિટલ સામે શસ્ત્ર ઉગામ્યું

 | 7:43 am IST

AMCએ ૩ દિવસ પહેલાં કોરોના મહામારીમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર ખાનગી હોસ્પિટલમાં થઈ શકે તે માટે નોટિફિકેશન કર્યું હતું અને શહેરની ૪૨ ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ તરીકે ડેઝિગ્નેડ કરી હતી પણ ત્રણ દિવસ વિત્યા છતાં ૧૬ ખાનગી હોસ્પિટલો મ્યુનિ. તંત્રને ગાંઠી રહી નથી. AMCએ આજે ૧૬ ખાનગી હોસ્પિટલોને નોટિસ ફટકારી છે. ૧૬ ખાનગી હોસ્પિટલના મેનેજમેન્ટ સામે એપેડેમિક એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવશે.

આજદિન સુધીમાં શહેરમાં ૮,૯૪૫ કેસ અને કોરોનાથી ૫૭૬ દર્દીઓના મોત નીપજી ચૂક્યા છે. આ મહામારીની પરિસ્થિતિમાં AMC દ્વારા ત્રણ દિવસ પહેલાં શહેરની ૪૨ ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ તરીકે ડેઝિગ્નેડ કરી હતી સાથે આ હોસ્પિટલના ૫૦ ટકા બેડ મ્યુનિ. હસ્તક આપવાનું કહ્યું હતું જેના માટે મ્યુનિ. તંત્ર અને ખાનગી હોસ્પિટલ વચ્ચે એમઓયુ કરવાના હતા જે માટે કોરોનાની સારવારની ફીનું ધોરણ પણ નક્કી કરી દેવાયું હતું પણ ૪૨ હોસ્પિટલ પૈકી ૧૬ હોસ્પિટલો એવી હતી કે, જે મ્યુનિ. તંત્રને ગાંઠતી ન હતી. હોસ્પિટલમાં બેડ કેટલા છે તેની માહિતી આપી ન હતી સાથે હોસ્પિટલમાં ડોક્ટર નથી, પેરા મેડિકલ સ્ટાફ નથી, આઇસોલેશન બેડની વ્યવસ્થા નથી તેવા બહાના કર્યા હતા. 

આ હોસ્પિટલો કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત થઈ શકી ન હતી. આવી મહામારીની સ્થિતિમાં પણ નૈતિકતા ચૂકી મનમાની કરનારી ખાનગી હોસ્પિટલો સામે મ્યુનિ.એ નોટિસનું શસ્ત્ર ઉગામ્યું છે.

આ હોસ્પિટલોને નોટિસ ફટકારી 

૧. સ્ટર્લિંગ હોસ્પિટલ

૨. લાઇક કેર હોસ્પિટલ

૩. સરદાર હોસ્પિટલ

૪. બોડી લાઇન હોસ્પિટલ

૫. બોપલ ICU એન્ડ ટ્રોમા સેન્ટર

૬. શ્રેય હોસ્પિટલ

૭. સરસ્વતી હોસ્પિટલ

૮. સાલ હોસ્પિટલ

૯. રાજસ્થાન હોસ્પિટલ

૧૦. એસજીવીપી હોસ્પિટલ

૧૧. સંજીવની હોસ્પિટલ

૧૨. ગ્લોબલ હોસ્પિટલ

૧૩. કર્ણાવતી સુપર સ્પે. હોસ્પિટલ

૧૪. સિંધુ હોસ્પિટલ

૧૫. સ્ટાર હોસ્પિટલ

૧૬. મેડિલિંક હોસ્પિટલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન