AMC New Policy for Providing 24 Hours of Water to People at Ahmedabad
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ: AMC દ્વારા નવી પોલિસી બનાવાઇ, લોકોને અપાશે 24 કલાક પાણી

અમદાવાદ: AMC દ્વારા નવી પોલિસી બનાવાઇ, લોકોને અપાશે 24 કલાક પાણી

 | 6:12 pm IST

ગુજરાતમાં પાણીની તંગી દરેક વિસ્તારમાં વધતા ઓછા અંશે જોવા મળે છે. પણ શહેરી વિસ્તારમાં ઘરમાં જ પાણીના સગવડ જોવા મળે છે.

તેવામાં જો સરકાર 24 કલાક પાણી શહેરી વિસ્તારમાં પુરુ પાડે તો તેનાથી વિશેષ વાત બીજી કોઇ હોઇ ના શકે. હવે અમદાવાદમાં લોકોને 24 કલાક પાણી મળી રહે તેવું આયોજન એએમમસી કરી રહ્યું છે.

જેથી કરી ને હવે પાણી બાબતે અમદાવાદીઓને રાહત થશે.અમદાવાદમાં લોકોને 24 કલાક પાણી મળી રહે તે માટે નવી પોલિસી AMC દ્વારા બનાવવામાં આવી રહી છે.

ત્રાગડ, વસ્ત્રાલ, નિકોલ અને સોલા ભાગવતના રહિશોને 24 કલાક પાણી મળી રહેશે. પાણીની લાઈનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવા આ વિસ્તારની પસંદગી કરવામાં આવી છે. શહેરમાં પ્રથમ વખત આ રીતે 24 કલાક પાણીની લાઇન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે.