AMC refuses to test the family of the person who died from corona
  • Home
  • Ahmedabad
  • કોરોનાથી મૃત્યુ પામેલા શિક્ષકના પરિવારની સારવાર કરવાની AMCની ચોખ્ખી ના, શંકરસિંહ વાઘેલા વ્હારે આવ્યા

કોરોનાથી મૃત્યુ પામેલા શિક્ષકના પરિવારની સારવાર કરવાની AMCની ચોખ્ખી ના, શંકરસિંહ વાઘેલા વ્હારે આવ્યા

 | 2:50 pm IST

કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાતમાં એક પછી એક મોટા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કોરોના સામે ગુજરાતનું આરોગ્યતંત્ર તો પાગર્યું ઉતર્યું છે, સાથે હવે હોસ્પિટલની બેદરકારીઓના અનેક જીવતા જાગતા ઉદાહરણ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એક ઘોર બેદરકારી સામે આવી રહી છે. ત્યારે શહેરમાં એક કોરોનાથી મોત થયેલા શિક્ષકના પરિવારની સારવાર કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

57 વર્ષીય શિક્ષકનું 22મેના રોજ કોરોનાથી મોત થયું હતું. ત્યારબાદ સામાન્ય રીતે તંત્ર ઘરના સભ્યોને ક્વોરન્ટાઈન કરતી હોય છે, પરંતુ શિક્ષકના પરિવારને AMCએ ક્વોરન્ટાઈન કર્યો નહોતો. આ કિસ્સામાં શિક્ષકને પેપર ચેકિંગ દરમિયાન સંક્રમણ થયું હોવાનો પરિજનોએ આરોપ લગાવ્યો છે. તંત્રની ઘોર બેદરકારી બાદ પરિવારે સોશિયલ મીડિયા પર મદદ માંગી છે. અંતે AMCએ 4 દિવસ બાદ કાર્યવાહી હાથ ધરી હતી. સોશિયલ મીડિયા પર મદદ માંગતા શંકરસિંહ વાઘેલાએ પરિવારની મદદ કરી હતી. તેમણે આ વાતની જાણ AMC કમિશનર મુકેશ કુમારને રજુઆત કરતા આખરે 4 દિવસ બાદ AMCએ કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા શિક્ષકનું કોરોનાના કારણે 4 દિવસ પહેલા મોત નીપજ્યું હતું. ઘરના મોભીના મોત બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરિવારજનોએ ટેસ્ટ માટે જાણ કરી હતી છતાં કોઈ જ ટેસ્ટ કરવામાં આવ્યો નથી. પરિવારના દરેક સભ્યને કોરોનાના કોઈને કોઈ લક્ષણ હોવા છતાં તેઓને ટેસ્ટ માટે કોર્પોરેશન તરફથી ટેસ્ટ માટે ચોખ્ખી ના પાડી દેવામાં આવી છે અને જો બહુ હોય તો દવાખાનામાં દાખલ થઈ જાઓ તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો.

આ કિસ્સામાં કોરોનાથી ભોગ બનેલા શિક્ષકનું નામ રમેશ સિંહ છે, તેઓનું 22મીએ મોડી રાતે રમેશ સિંહનું અવસાન થઈ ગયું હતું. પરિવારજનોએ જ્યારે કોરોનાનો રિપોર્ટ માંગ્યો અને કારણ પૂછ્યું તો મૌખિક કહી દીધું હતું કે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેના કારણે મોત થયું છે. અવારનવાર રિપોર્ટની કોપી માંગવા છતાં આપી ન હતી. તેમના પિતાની ડેડબોડી પણ બારોબાર આપી દીધી હતી.

જુઓ આ પણ વીડિયો: અમદાવાદ- શ્રમિકોને લૂંટવામાં ભાજપ કાર્યકર્તાનું નામ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન