AMC set the setting, throwing 3,000 dustbin, will now cost garbage 8 crores
  • Home
  • Ahmedabad
  • AMCએ સેટિંગ પાડયું, 3,000 ડસ્ટબિન મુકાવી, હવે કચરો ઉપાડવા કરશે આટલા કરોડનો ખર્ચ

AMCએ સેટિંગ પાડયું, 3,000 ડસ્ટબિન મુકાવી, હવે કચરો ઉપાડવા કરશે આટલા કરોડનો ખર્ચ

 | 8:25 am IST

મ્યુનિ.કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ પહેલાં શહેરના રોડ ઉપર ૩૦૦૦ ડસ્ટબિન મૂકાવ્યા હતા પણ હવે આ ડસ્ટબિનમાંથી કચરો ઉપાડવા માટે મ્યુનિ.ના ૧૫ વાહનો દોડાવાશે જેઓને પાંચ વર્ષનો ઓપરેશન-મેઇન્ટેનન્સના નામે રૂ.૮ કરોડનો કોન્ટ્રાક્ટ આપવાની ગોઠવણ કરાઇ છે.

૩૦૦૦ ડસ્ટબિન પણ પાંચ વર્ષ ટકશે નહીં છતાં એક સાથે પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મૂકાઇ છે. જેમાં કોન્ટ્રાક્ટરને પ્રતિ શિફ્ટ વાઇઝ રૂપિયા ચૂકવાશે જ્યારે કચરાના અન્ય કામોમાં કચરાના વજન પ્રમાણે રૂપિયા ચૂકવાઇ રહ્યાં છે. જ્યારે આ ડસ્ટબિનમાંથી કચરો ઉપડે કે ન ઉપડે પણ ખાલી વાહનો દોડશે તો પણ રૂપિયા ચૂકવવાનું સેટિંગ કરાયું છે.

અગામી ૨૯મી એપ્રિલના દિવસે હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીની બેઠક મળશે. આ કમિટીમાં પાંચ નંબરની દરખાસ્તમાં શહેરમાં ૩૦૦૦ ટ્વીન ડસ્ટબિનમાંથી મ્યુનિ.ના વાહનોથી કચરો ઉપાડવાની દરખાસ્ત મૂકાઇ છે. સ્મોલ વેસ્ટ કલેક્શન વાહનથી કચરો ઉપાડાશે જેમાં આઠ કલાકની શિફ્ટ પ્રમાણે પ્રતિ શિફ્ટ કોન્ટ્રાક્ટરને રૂ.૨૩૦૯ ચૂકવાશે.

જેના પાંચ વર્ષના રૂ.૭.૯૮ કરોડ ચૂકવાશે. હવે આ તમામ વાહનોમાં જીપીએસ સિસ્ટમ નથી એટલે કચરો ઉપડયો કે વાહન દોડયા કે નહીં તેનું ક્રોસ ચેક થશે નહીં. જ્યારે બીજી તરફ દૈનિક ડોર ટુ ડોરના વાહનો આ સોસાયટીઓ કે કોર્મર્શીયલ મિલકતોમાંથી કચરો ઉપાડે છે તે સોસાયટીઓ આગળ જ આ ડસ્ટબિનો મૂકાયા છે જેથી એક જ સ્થળે મ્યુનિ. એક જ કામ માટે બે અલગ-અલગ વાહનો દોડશે. એક કામમાં કચરાના વજન પ્રમાણે રૂપિયા ચૂકવાશે જ્યારે બીજા કામમાં વાહનની શિફ્ટ પ્રમાણે રૂપિયા ચૂકવાશે.

મ્યુનિ. વિપક્ષના નેતાએ જણાવ્યું છે કે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતુ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયું છે. અહીં ભ્રષ્ટાચાર આચરવા માટે નીતનવા ગતકડાં કરાઇ રહ્યાં છે. શહેરના રોડ ઉપર ૩૦૦૦ ડસ્ટબિનો મૂકાઇ છે જે પૈકી મોટાભાગની ડસ્ટબિનો તુટી ગઇ છે. ગાયબ થઇ ચૂકી છે અથવા તો અહીં કચરો હોતો નથી પણ મળતિયા કોન્ટ્રાક્ટરને શિફ્ટદીઠ રૂપિયા ચૂકવવાનું ટેન્ડર કરી લાભ કરાવવાનું કૌભાંડ કરાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન