AMC shut down more than 20 tea kettles as the city corona transition increased
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • AMC અચાનક આવ્યું હરકતમાં, ચાની કિટલીઓ કરાવી બંધ, શું 25મીથી ફરી થશે લોકડાઉન?

AMC અચાનક આવ્યું હરકતમાં, ચાની કિટલીઓ કરાવી બંધ, શું 25મીથી ફરી થશે લોકડાઉન?

 | 4:02 pm IST
  • Share

અમદાવાદમાં કોરોના સંક્રમણ અટકી ગયા બાદ ફરીથી પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદ શહેરમાં સતત 150થી વધુ પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ શહેરીજનોના વધુમાં વધુ ટેસ્ટ થાય તે માટે શહેરના ગણા વિસ્તારોમાં તથા ગાર્ડનની બહાર રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાનવ AMC દ્વ્રારા કોરોના સંક્રમણ વધતા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. અને ચાની કિટલીઓ પર સોલિડ વિભાગની તવાઈ સામે આવી રહી છે. હાલમાં એ.એમ.સી. દ્વારા ચાની કિટલીઓ પર ભીડ એકઠી થતા તેમને બંધ કરાવવામાં આવી રહી છે.

શહેર મા કોરોના સંક્રમણ વધતા AMC કામે લીગ ગઇ છે. શહેરની ચાની કિટલીઓ પર સોલિડ વેસ્ટ વિભાગ આકરી કાર્યવાહી કરી રહ્યું છે. આજે વહેલી સવારથી જ કિટલીઓ બંધ આવી આવી રહી છે. જે ચાની કિટલીઓ પર ભીડ એકઠી થાય અને જ્યાં સોશિયલ ડિસ્ટન્સની જાળવણી ન થતી હોય તેવી જગ્યાઓને બંધ કરાવવામાં આવી રહી છે. શહેરના તમામ ઝોનમાં ચા ની કીટલીઓ બંધ કરાવવામાં આવી રહી છે. સોશિયલ ડિસ્ટનસિંગ ન જાળવતા 32થી વધુ ચાની કિટલીઓ સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા સિલ મારવામાં આવી છે. ત્યાં જ 1124 ચાની કિટલીવાળાએ સ્વયંભૂ બંધ કરી હતી.

શહેરમાં ચાની કીટલીઓ અચાનક બંધ કરાવતા શહેરીજનો ફરીથી લોકડાઉન થઇ રહ્યું છે તેવું સમજી રહ્યા છે અને આ અંતર્ગત કેટલાક લોકો સોશિયલ મીડિયામાં ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. શહેરમાં વહેલી સવારથી જ ચાની કીટલીઓ બંધ કરાવતા માર્કેટમાં એવી અફવાહ પણ વહેતી થઇ છે કે, શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા 25 સપ્ટેમ્બરથી ફરીથી લોકડાઉન જાહેર કરવામાં આવશે. તમને અહિં સાફ જણાવી દઇએ કે, રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનનાં કોઇ સંકેત આપવામાં આવ્યા નથી. વ્હોટ્ટસ એપમાં ફરતા મેસેજ માત્ર અફવાહ છે. તેના પર વિશ્વાસ ન કરવો.

આ વીડિયો પણ જુઓ : અમદાવાદમાં માસ્કના નામે લૂંટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન