NIFTY 10,159.65 +41.60  |  SENSEX 32,922.17 +161.73  |  USD 65.3450 +0.14
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ઔડાએ ૨૭ હજાર કરોડ, AMCએ ૩૦ હજાર કરોડના MoU કર્યા

ઔડાએ ૨૭ હજાર કરોડ, AMCએ ૩૦ હજાર કરોડના MoU કર્યા

 | 9:02 pm IST

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન અને ઔડા દ્વારા આજે વાઇબ્રન્ટ સમિટ-૨૦૧૭માં કુલ ૩૩૬ પ્રોજેક્ટના એમઓયુ કર્યા હતા જેના થકી શહેર અને જિલ્લામાં એટલે કે, ઔડા વિસ્તારમાં કુલ રૃ.૫૭,૩૨૧ કરોડનું રોકાણ થવાની આશા છે. સૌથી રસપ્રદ કહીએ તો ઇન્ફીસિયસ પ્રા.લી કંપની દ્વારા કાર ઉત્પાદન માટેનો પ્લાન્ટ નાંખવા માટે ઔડા સાથે રૃ.૮૦૦ કરોડનું એમઓયુ કરવામાં આવ્યું છે.

એએમસીએ આશ્રમ રોડ ઉપર ૩૦૦ કરોડની કોર્મર્શીયલ ઇમારત માટેના પ્રોજેક્ટનું એમઓયુ કર્યું છે સાથે રિવરફ્રંન્ટ ઉપર હોટેલ-કોર્મર્શીયલ પ્રોજેક્ટ માટે રૃ.૩૦૦ કરોડનું એમઓયુ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિ.એ કુલ ૨૭૯ પ્રોજેક્ટના એમઓયુ કર્યા હતા જેમાં રૃ.૩૦,૨૩૮ કરોડના રોકાણની આશા છે જેમાં ૨૦થી ૨૫ હજાર રોજગાર ઉભા થશે જ્યારે ઔડાએ કુલ ૧૫૭ એમઓયુ કર્યા છે જેમાં રૃ.૨૭૦૮૩ કરોડના રોકાણની સાથે ૨૦ હજાર રોજગાર ઉભા થશે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આશ્રમ રોડ ઉપર સીબીડી વિસ્તાર, સાબરમતી રિવરફ્રંન્ટ, એફોર્ડેબલ હાઉસીંગ ઝોન અને વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટના મહત્વના એમઓયુ કર્યા હતા જેમાં ખાસ ફોકસ એફોર્ડેબલ હાઉસીંગ અને કોર્મર્શીયલ ઇમારતોના પ્રોજેક્ટના એમઓયુ કરવામાં આવ્યા હતા જ્યારે બીજી તરફ ઔડામાં તો લોજીસ્ટીક પાર્ક, ફાર્મસ્યુટીકલ પ્લાન્ટ, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સહિતના પ્રોજેક્ટમાં એમઓયુ કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ખાનગી કંપની સાથે એફોર્ડેબલ હાઉસીંગ, મોલ, કોર્મર્શીયલ ઇમારત માટે રૃ.૧૬૨૦ કરોડનું એમઓયુ કરવામાં આવ્યું હતુ જ્યારે ઇનોવેટીવ એનર્જી નામની કંપની પાસે રૃ.૩૫૦ કરોડનો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટનું એમઓયુ કરવામાં આવ્યું હતુ. ઉપરાંત મોટેરા સ્ટેડિયમ માટે રૃ.૮૫૦ કરોડનું એમઓયુ કરવામાં આવ્યું છે.

ઔડા દ્વારા જેમાં કોર્પોરેટ હાઉસ, ફાર્મ સ્યુટીકલ, વેર હાઉસ અને ટેક્સટાઇલ પાર્ક જેવા પ્રોજેક્ટ માટે એમઓયુ કરવામાં આવ્યા હતા.મહત્વના કહી શકાય તેવા પ્રોજેક્ટમાં ખેડાના બીડજ ખાતે ટેક્સટાઇલ પાર્કનો ૫૯૦ કરોડ પ્રોજેક્ટ, સુઘડમાં રેસીડેન્સીયલ ૨૦૦ કરોડનો પ્રોજેક્ટ, ભાટમાં રિયલ એસ્ટેટના બે મોટા પ્રોજેક્ટ માટે ૫૦૦-૫૦૦ કરોડના બે પ્રોજેક્ટ, લીલાપુરમાં એક પ્રોજેક્ટ ૨૦૦ કરોડનો પ્રોજેક્ટ, સાણંદમાં ફાર્માસ્યુટીકલ પ્રોજેક્ટ માટે રૃ.૧૮૦૦ કરોડના પ્રોજેક્ટ, વિઠલાપુરમાં ૬૦૦ કરોડના વેરહાઉસ પ્રોજેક્ટ પ્રોજેક્ટ અને શેલામાં ૨૦૦ કરોડ અને સાઉથ બોપલમાં રૃ.૨૫૦ કરોડના પ્રોજેક્ટના એમઓયુ કરાયા હતા.

ઔડાએ આ પ્રોજેક્ટ માટે MoU કર્યા
ખેડાના બીડજ ખાતે ટેક્સટાઇલ પાર્ક પ્રોજેકટ – રૃ.૫૯૦ કરોડ
ખોરજ ખાતે કોર્પોરેટ હાઉસ – રૃ.૪૫૦ કરોડ
સાણંદ ખાતે ફાર્માસ્યુટીકલ ફોર્મ્યુલેશન – રૃ.૧૮૦૦ કરોડ
વિઠલાપુરમાં વેરહાઉસીંગ પ્રોજેક્ટ – રૃ.૬૦૦ કરોડ
મોટર ઉત્પાદન પ્લાન્ટ – રૃ.૮૦૦ કરોડ
લોજીસ્ટીક પાર્ક – રૃ.૧૦૦૦ કરોડ
એફોર્ડેબલ હાઉસીંગ પ્રોજેક્ટ – રૃ.૨૫૦૦ કરોડ