AMC with Settled, but the rain opened the poll
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • AMC સાથે તો સેટિંગ કરી લીધુ, પણ વરસાદે પોલ ખોલી નાખી

AMC સાથે તો સેટિંગ કરી લીધુ, પણ વરસાદે પોલ ખોલી નાખી

 | 8:14 am IST
  • Share

  • વરસાદ આવ્યો ને ઓઢવના કેમિકલ માફિયાઓનું ‘લાલ પાપ’ રોડ પર વહ્યું
  • વરસાદની આડમાં કોઈ ફેક્ટરીએ પાણી છોડી દીધું હોવાની સ્થાનિકોમાં ચર્ચા
  • AMC અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ પર લોકોએ ફિટકાર વરસાવ્યો

ઓઢવના કેમિકલ માફિયાઓએ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને મ્યુનિ. સાથે કરેલા સેટિંગને આજે મેઘરાજાએ એક જ ઝાપટાંમાં ધોઈ નાખ્યું હતું. સોમવારે બપોરે શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદનું જોરદાર ઝાપટું આવ્યું હતું. તે સાથે વરસાદી પાણીમાં લાલ રંગનું કેમિકલયુક્ત પાણી રોડ પર વહેવા લાગતાં પ્રદુષણના પાપીઓની પોલ ખુલી ગઈ હતી. કોઈ ફેક્ટરી સંચાલકે વરસાદની આડશમાં આ પાણી છોડી દીધું હોવાની સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

બપોરે એક વાગ્યાની આસપાસ ઓઢવના મોટાભાગના વિસ્તારમાં વરસાદનું ભારે ઝાપટું પડયું હતું. થોડી જ મિનિટોમાં તમામ મુખ્યમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. જેમાં બીઆરટીએસના ઓઢવ ફાયર સ્ટેશન સ્ટોપ પાસેના ત્રણ રસ્તા પર વરસાદનું પાણી ભરાઈ ગયું હતું. જેમાં કેમિકલ ફેક્ટરીઓનું લાલ પાણી ભળતાં સમગ્ર પાણી લાલ કલરનું દેખાતું હતું. આ સ્થળની સામે જ ઓઢવ જીઆઈડીસીનો ગેટ આવેલો છે.

વરસાદ પડતાં જ જીઆઈડીસીમાં ધમધમતી કેમિકલ ફેક્ટરીઓના કલર અને કેમિકલયુક્ત પ્રદુષિત પાણીએ પ્રકોપ દેખાડયો હતો. રોડ લાલ પાણી ભરાઈ જતાં અને કેટલાક સ્થળોએ લાલ પાણી વહેવા લાગતાં સ્થાનિક લોકોએ તેમાંથી જ ચાલીને જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. કલર અને જલદ કેમિકલવાળું પાણી હોવા છતાં રહેવાસીઓએ તેમાં પગ મુકીને જવું પડતું હોવાથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ પર લોકોએ ફિટકાર વરસાવ્યો હતો.

સ્થાનિકો રોષભેર જણાવી રહ્યાં હતા કે જીપીસીબી અને મ્યુનિ. હપ્તાખોરીમાંથી ઉંચી ન આવતી હોવાથી કેમિકલમાફિયાઓને જાણે છુટો દોર મળી ગયો છે. તેનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યાં છે. કેમિકલ ફેક્ટરીઓનું પાણી રોડ પર કેવી રીતે વહેવા લાગ્યું? આ હજુ કોયડો છે.

કેમિકલ ફેક્ટરીઓએ વરસાદનો લાભ લઈને પોતાનું પાણી વરસાદી પાણી સાથે છોડી દીધું હોવાની સ્થાનિકોમાં ચર્ચા સંભળાઈ રહી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો