AMC's major decision will be to remove the BRTS corridor from ST to Ambedkar Bridge
  • Home
  • Ahmedabad
  • AMCને રહીને પણ સદ્દબુદ્ધિ આવી, આ એક કારણથી STથી આંબેડકર બ્રિજ સુધી BRTS કોરિડોર તોડશે

AMCને રહીને પણ સદ્દબુદ્ધિ આવી, આ એક કારણથી STથી આંબેડકર બ્રિજ સુધી BRTS કોરિડોર તોડશે

 | 7:30 am IST

। અમદાવાદ ।

અમદાવાદના જે વિસ્તારોમાં ચક્કાજામ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે એ માટે BRTS કોરિડોર સામે આંગળી ચીંધાઇ રહી છે જેનો આખરે હવે મ્યુનિ. શાસકોએ સ્વીકાર કર્યો છે અને ટ્રાફિકજામ કરતા ગીતામંદિર STથી શાહઆલમથી છેક ડો. બાબાસાહેબ આંબેડકર બ્રિજ સુધીના BRTS કોરિડોરને કાઢી નાખવાનો નિર્ણય કર્યો છે.

મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટે એમ જણાવ્યું કે, BRTS કોરિડોર કાઢી નાખતા માર્ગ ખુલ્લો થશે. એ માર્ગ પર જ BRTSની બસો દોડશે એટલે કે, બસ વ્યવહાર બંધ કરવામાં નહીં આવે. બીજી તરફ આ લાંબા કોરિડોરની બંને બાજુ લારીઓના દબાણો છે તે દૂર કરાશે પરિણામે ટ્રાફિકની સમસ્યા હળવી બનશે.

ચેરમેને જણાવ્યું કે, શારદાબહેન  હોસ્પિટલનો મણિનગર એલ.જી. હોસ્પિટલની જેમ વિકાસ કરાશે. હોસ્પિટલના પરિસરમાં બહુમાળી ઇમારત બાંધવામાં આવશે. જેમાં સંપૂર્ણ સુવિધા ઊભી કરાશે.  બુક ફેરના  ખર્ચની ચકાસણી અને હિસાબોની તપાસ માટે ૪ સભ્યોની સમિતિ રચવામાં આવી છે. એવી જ સમિતિ ફ્લાવર શોના ખર્ચ માટે સમિતિ રચવાની વિચારણા છે.

પ્રેમાભાઇ હોલને રૂ.૧૦ કરોડમાં ખરીદવાનો નિર્ણય । 

એક જમાનામાં નાટકો, સંગીત સમારોહથી ગાજતો પ્રેમાભાઇ હોલ આખરે રૂ. ૧૦ કરોડમાં ગુજરાત વિદ્યાસભા પાસેથી ખરીદી લેવાનો સ્ટેન્ડિંગ કમિટીએ આજે નિર્ણય કર્યો હતો અને હોલ સાથે સંકળાયેલી દાનવીર પ્રેમાભાઇના નામની ચાહનાને નેસ્તનાબૂદ કરીને આ સ્થળે મ્યુનિ. કોર્પોરેશનના સિટી સિવિક સેન્ટર બાંધવાની જાહેરાત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન