Video : હેરિટેજ સીટીના વિકાસને ધ્યાનમાં રાખી અમદાવાદ કોર્પોરેશનનું બજેટ રજૂ - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : હેરિટેજ સીટીના વિકાસને ધ્યાનમાં રાખી અમદાવાદ કોર્પોરેશનનું બજેટ રજૂ

Video : હેરિટેજ સીટીના વિકાસને ધ્યાનમાં રાખી અમદાવાદ કોર્પોરેશનનું બજેટ રજૂ

 | 4:24 pm IST

અમદાવાદ મહાનગર પાલિકાનું વર્ષ 2018-19નું બજેટ રજ થઇ ચુક્યું છે. હેરિટેજ સીટીના વિકાસ માટે 6990 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. અમદાવાદ મહાનગર પાલિકાનું રૂ. 6990 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આશરે 3490 કરોડ રૂપિયાના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે શહેરીજનો પર પ્રોપર્ટી ટેક્સ, કન્ઝ્યુમર ટેક્સ કે વોટર ટેક્સમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી.

જંત્રી આધારિત પ્રોપર્ટી ટેક્સમાં 25 ટકા જેટલી રાહત આપવામાં આવી છે. આશરે 15 કરોડ રૂપિયાના ખર્ચે નાના ટીપી અને આરસીસી બનાવવામાં આવશે. તો હેરીટેજ સિટીની ઓળખ સમા જગન્નાથ મંદિર આસપાસના વિસ્તારોનો વિકાસ કરવામાં આવશે. આશરે 2 કરોડ રૂપિયાના ખર્ચે નવું મેયર હાઉસ બનાવવામાં આવશે. તેમજ સિવિલ હોસ્પિટલ, અને એલજી હોસ્પિટલના નવિનીકરણ પાછળ આશરે 15 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે મ્યુનિસિપલ કમિશનરની જોગવાઇ મુજબ શહેરીજનો પર આશરે 40 કરોડ રૂપિયા જેટલો બોજો વધશે…….