Photos: Ameesha Patel Copied Janhvi Kapoor's Style, Spotted With Bag Of 2 Lakh Price
  • Home
  • Photo Gallery
  • Photos: જ્હાન્વીને કૉપી કરતી જોવા મળી અમીષા પટેલ, 2 લાખની બેગ સાથે જોવા મળી

Photos: જ્હાન્વીને કૉપી કરતી જોવા મળી અમીષા પટેલ, 2 લાખની બેગ સાથે જોવા મળી

 | 5:40 pm IST

બોલીવુડ સેલેબ્સની વચ્ચે સ્ટાઇલ અને ફેશન કૉપી કરવાની વાત નવી નથી. તાજેતરમાં જ્હાન્વી કપૂરની એક સ્ટાઇલ અમીષા પટેલે કૉપી કરી હતી. અમીષા પટેલ જ્હાન્વી કપૂરની બેગ જેવી બેગ સાથે જોવા મળી હતી. થોડાક દિવસ પહેલા જ્હાન્વી કપૂર જીમ આઉટફિટ સાથે 2 લાખ રૂપિયાની બેગ સાથે જોવા મળી હતી. હવે એવાજ ડ્રેસમાં અમીષા પટેલ જોવા મળી છે. બંનેનો લૂક એક જેવો લાગી રહ્યો છે.

અમીષાએ આ બેગને ડેનિમ શૉર્ટ્સ અને વ્હાઇટ સ્નીકર સાથે સ્ટાઇલ કર્યું. આ બેગની કિંમત લગભગ 2810 અમેરિકી ડૉલર ગણાવાઈ રહી છે. આ બેગથી જ્હાન્વીએ પણ ભારે ચર્ચા જગાવી હતી. કરણ જોહરે તેની મલ્ટી સ્ટારર ફિલ્મ ‘તખ્ત’માં જ્હાન્વીને કાસ્ટ કરી છે. ‘તખ્ત’ ફિલ્મ 2020માં રીલીઝ થશે. મુઘલ સામ્રાજ્યનાં સમયની આ ફિલ્મમાં રણવીર સિંહ, કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, અનિલ કપૂર અને ભૂમિ પેડણેકર સાથે જ્હાન્વી કપૂર જોવા મળશે.

બીજી તરફ અમીષા પટેલ સની દેઓલની ફિલ્મ ‘ભૈયાજી સુપરહિટ’માં જોવા મળી હતી. જો કે અમીષા પટેલ હવે ફિલ્મોમાં ઘણી જ ઓછી જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન