Ameesha Patel Shared Her Beautiful Video On Instagram
  • Home
  • Featured
  • 44 વર્ષની અમીષા પટેલે શેર કર્યો પોતાનો મનમોહક વિડીયો, જોવા મળ્યો હૉટ અંદાજ

44 વર્ષની અમીષા પટેલે શેર કર્યો પોતાનો મનમોહક વિડીયો, જોવા મળ્યો હૉટ અંદાજ

 | 8:21 pm IST

બોલીવુડ એક્ટ્રેસ અમીષા પટેલ અત્યારે ભલે ફિલ્મોમાં વધારે એક્ટિવ ના હોય, પરંતુ સોશિયલ મીડિયા પર તે ઘણી જ ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ ફેન્સને પોતાના નવા-નવા અંદાજથી એન્ટરટેઇન કરવા માટે જાણીતી છે. અમીષા પટેલે ફરીથી એક વિડીયો શેર કર્યો છે, જેમાં તે તૈયાર થતી જોવા મળી રહી છે. તેણે આ વિડીયોને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર શેર કર્યો છે. ફેન્સ અમીષા પટેલનાં આ વિડીયો પર કૉમેન્ટ્સ દ્વારા રિએક્શન પણ આપી રહ્યા છે.

વિડીયોને શેર કરતા અમીષા પટેલે કેપ્શનમાં લખ્યું છે કે, ‘શનિવાર નાઇટ માટે તૈયાર થઈ રહી છું. એ અલગ વાત છે કે ક્યાંય જઇ નથી શકતી. ફક્ત સીડીઓથી લિવિંગ રૂમ સુધી જઈ શકુ છું અને દોસ્તો સાથે ઝૂમ ચેટ પર વાત કરી શકુ છું.’ અમીષા પટેલ છેલ્લે બિગ બૉસ-13માં જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન