ચીન સામે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનની લાલઆંખ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ચીન સામે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનની લાલઆંખ

ચીન સામે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનની લાલઆંખ

 | 2:54 pm IST

અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાને દક્ષિણ ચીન સમુદ્રના લશ્કરીકરણ અને આઈલેન્ડ બનાવવા બદલ ચીનની આકરી ટીકા કરી છે. ચીન પ્રત્યે કડક વલણ અપનાવતાં આ ત્રણેય દેશોએ જણાવ્યું છે કે દક્ષિણ ચીન સમુદ્રમાં કાયદેસર રીતે આચાર સંહિતા બંધનકર્તા હોવી જોઈએ.

આ દેશોએ ચીન દ્વારા બનાવવામાં આવતા વિશાળ આઈલેન્ડનો પણ વિરોધ કર્યો છે અને એવી આશંકા વ્યક્ત કરી છે આઈલેન્ડનો ઉપયોગ સૈન્ય બેઝ તરીકે પણ કરી શકાય છે. આ રીતે ચીન તેનું આધિપત્ય સ્થાપિત કરવા માગે છે.

અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાને જારી કરેલા સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે દક્ષિણ ચીન સમુદ્ર પર ચીનનો દાવો, આઉટપોસ્ટનું નિર્માણ અને વિવાદાસ્પદ વિસ્તારોના લશ્કરીકરણ અંગે કોઈ પણ પ્રકારની આચારસંહિતા કાયદેસર રીતે બંધનકર્તા હોવી જોઈએ. ત્રણેય દેશોએ ગયા વર્ષે ઈન્ટરનેશનલ કોર્ટે આપેલા ચુકાદો ચીન અને ફિલિપ્ન્સે શિરોમાન્ય કરવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન