america condemns reports of attacks on Hindus in Bangladesh
  • Home
  • Featured
  • બાંગ્લાદેશમાં હિંદુઓના ઘર ફૂંકનારા 45 શંકાસ્પદોની ધરપકડ, અમેરિકાએ હુમલાને વખોડ્યો

બાંગ્લાદેશમાં હિંદુઓના ઘર ફૂંકનારા 45 શંકાસ્પદોની ધરપકડ, અમેરિકાએ હુમલાને વખોડ્યો

 | 8:07 am IST
  • Share

  • બાંગ્લાદેશમાં હિંદુઓના ઘર પર થઇ રહેલા હુમલાની અમેરિકાએ કરી ટીકા
  • ધાર્મિક સ્વતંત્રતા અને વિશ્વાસ એ માનવ અધિકાર
  • હિંદુઓના ઘરો સળગાવનારા 45 શંકાસ્પદોની ધરપકડ

 

બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. હિંદુઓ પર સતત હુમલાઓ થઇ રહ્યા છે. રવિવારે રંગપુરના પીરગંજમાં હિંદુઓના ઘર સળગાવી દેવામાં આવ્યા હતા. આ હુમલાઓની અમેરિકાએ આકરી ટીકા કરી છે અને વખોડી કાઢ્યુ છે. અમેરિકા વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું, “ધાર્મિક સ્વતંત્રતા અને વિશ્વાસ એ માનવ અધિકાર છે. વિશ્વમાં દરેક વ્યક્તિ, તેમની ધાર્મિક ઓળખ અને માન્યતાને ધ્યાનમાં લીધા વિના, સલામત લાગે અને તેમના તહેવારોનો આનંદ માણે.

પોલીસે જણાવ્યું હતું કે, કુમિલામાં હિંદુ ધાર્મિક સ્થળ પર કુરાનના અપમાન થયા હોવાની અફવાઓ ફેલાવવામાં આવી હતી, જેના કારણે કોમી તણાવ ઉભો થયો હતો. અફવાથી અત્યાર સુધી ફાટી નીકળેલી હિંસામાં 6 લોકોના મોત થયા છે. આ કેસમાં એક હિંદુ યુવકને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, પીરગંજમાં હિંદુઓના ઓછામાં ઓછા 29 મકાનોને આગ લગાડવામાં આવી હતી. ગૃહ મંત્રી અસદુઝમાન ખાન કમાલે જણાવ્યું કે હિંદુઓના ઘરો સળગાવનારા ગુનેગારોની ઓળખ થઈ ગઈ છે અને 45થી વધુ શકમંદોની ધરપકડ કરવામાં આવી છે.

જ્યારે, અત્યાર સુધીમાં 71થી વધુ કેસોમાં 450 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ફેલાવનારાઓને ચેતવણી આપી છે અને કહ્યું છે કે પોલીસ દરેક પોસ્ટ પર નજર રાખી રહી છે.

દરમિયાન, બાંગ્લાદેશી હિંદુ સમુદાયના સભ્ય પ્રણેશ હલદરે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટને બાંગ્લાદેશમાં હિંદુઓને વધુ તકલીફ ન પડે તેની ખાતરી કરવા આગ્રહ કર્ય છે. આ સાથે તેમણે અમેરિકા સ્થિત સર્વેલન્સ જૂથો અને મીડિયાને વિનંતી કરી છે કે તેઓ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતી હિંસાને ઉજાગર કરવાની અપીલ કરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો