સર્જિકલ સ્ટ્રાઇક : અમેરિકાએ જાહેરમાં લમધાર્યું પાકિસ્તાનને, સીમા પર શાંતિની અપીલ - Sandesh
  • Home
  • Main News
  • સર્જિકલ સ્ટ્રાઇક : અમેરિકાએ જાહેરમાં લમધાર્યું પાકિસ્તાનને, સીમા પર શાંતિની અપીલ

સર્જિકલ સ્ટ્રાઇક : અમેરિકાએ જાહેરમાં લમધાર્યું પાકિસ્તાનને, સીમા પર શાંતિની અપીલ

 | 8:04 am IST

ભારત દ્વારા પીઓકેમાં આતંકી કેમ્પો પર સર્જિકલ સ્ટ્રાઇકની ઘટનાને પગલે અમેરિકાએ ફરી એકવાર પાકિસ્તાનને લમધાર્યું છે. વાઇટ હાઉસે પોતાના એક નિવેદનમાં બંને દેશોને વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવવા માટે આગ્રહ કર્યો છે. આ સમયે અમેરિકાએ આતંક વિરૂદ્ધ પાકિસ્તાનની જાહેરમાં આકરી ટીકા કરીને લમધાર્યું છે અને ભારતનો પક્ષ લીધો છે.

પીઓકેમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઇકના સમાચાર મામલે વાઇટ હાઉસના પ્રવક્તા જોન અર્નેસ્ટે કહ્યું છે કે ‘આ સમાચાર પર અમેરિકાની નજર છે. અમને ખબર પડી છે કે ઓપરેશન પછી બંને દેશોની સેના એકબીજાના સંપર્કમાં છે. અમે ઇચ્છીએ છીએ કે બંને પક્ષ વાતચીતથી વિવાદનો ઉકેલ લાવી દે.  જોકે અર્નેસ્ટે આ સર્જિકલ સ્ટ્રાઇકની ટીકા નથી કરી. અમેરિકા ક્રોસ બોર્ડર ટેરરિઝમની ઘટનાઓથી ચિંતિંત છે. અમે પાકિસ્તાન પાસેથી આશા રાખીએ છીએ કે તે યુનાઇટેડ નેશન્સ દ્વારા આતંકી જાહેર કરવામાં આવેલા સંગઠન વિરૂદ્ધ પગલાં લેશે.’

આતંકવાદ વિરૂદ્ધ ભારતને સમર્થન આપતા વાઇટ હાઉસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ‘આતંકવાદ વિરૂદ્ધ ભારતની આ લડાઈમાં અમેરિકા તેની સાથે છે. પાકિસ્તાન અનેક મહત્વના ક્ષેત્રોમાં અમારું સહયોગી છે અને અમે સતત એના સંપર્કમાં છીએ. બંને દેશો સીમા પર શાંતિ રાખે એ ઇચ્છનીય છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન