America Denmark Two Gujarati Same shop shot, Both Resident in Mehsana kadi
  • Home
  • Featured
  • અમેરિકાના ડેનમાર્કમાં મહેસાણાના કડીના 2 ગુજરાતીઓની ગોળી મારી કરપીણ હત્યા, ઘટના CCTVમાં કેદ

અમેરિકાના ડેનમાર્કમાં મહેસાણાના કડીના 2 ગુજરાતીઓની ગોળી મારી કરપીણ હત્યા, ઘટના CCTVમાં કેદ

 | 9:53 am IST

વિદેશમાં વસતા ભારતીયો પર હુમલાની ઘટનાઓ કંઇક નવું છે, અવારનાવાર વિદેશોમાં ગુજરાતીઓ સાથે આવી દુર્ઘટનાઓ બનતી રહે છે. જેમાં અનેક નિર્દોષ ભારતીયો વિદેશમાં ભોગ લેવામાં આવે છે. આવી જ એક ઘટના ડેનમાર્કમાંથી સામે આવી છે અને ડેનમાર્કમાં બે ગુજરાતીની હત્યા કરી દેવામાં આવી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમેરિકાના ડેનમાર્કમાં બે ગુજરાતીઓની હત્યા ગોળીમારી કરાઈ હોવાનું સામે આવે છે. બે ગુજરાતી ભાઇઓમાં ભટાસણના કિરણ અને ખરણા ગામના ચિરાગની હત્યા ડેનમાર્કનાં એક અશ્વેત યુવકે ગોળી મારી કરી હોવાનું સામે આવી રહ્યું છે. બંન્ને ગુજરાતીઓ મહેસાણાના કડીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

હાલ અમેરિકાના ડેનમાર્કનાં સાઉથ કેરોલીના સ્ટોરની હત્યાની ઘટના CCTVમાં કેદ થઇ ગઇ છે. અને સીસીટીવી સામે આવ્યા છે. ડેનમાર્ક પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

હાલ મળતી માહિતી પ્રમાણે, મહેસાણા પંથકના બન્ને યુવકો અમેરિકામાં રોજગારી મેળવવા ગયા હતા. બંન્ને યુવકો સાઉથ કોરોલીના એક પેટ્રોલ પંપ પર આવેલા સ્ટૉરમાં નોકરી કરતા હતા. સ્થાનિક પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, 4 લૂંટારૂઓ ગુરૂવારે રાત્રે 10:40 વાગ્યની આસપાસ પેટ્રોલ પમ્પ અને સ્ટોરમાં ઘૂસી ગયા હતા. હથિયાર સાથે આવેલા 4 લૂંટારૂઓએ બંન્ને યુવકો પર હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હુમલા પહેલા એક યુવકની લૂંટારૂઓ સાથે ઝપાઝપી પણ થઇ હતી જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

સીસીટીવી ફૂટેજ પ્રમાણે સ્પષ્ટ દેખાય છે કે, સૌથી પહેલા ગુજરાતી યુવકો અને લૂંટારૂઓ વચ્ચે છુટ્ટાહાથી મારામારી થઇ હતી, ત્યારબાદ અચાનક એક શખ્સે બંદૂક કાઢી અને યુવકો પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું. એક યુવકે પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો જોકે ગોળી વાગી હોવાથી અંતે તેણ દમ તોડી દીધો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન