America Eccentric President Donald Trump does not Press The Button of the Atomic Bomb
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ડૉનાલ્ડ ટ્રમ્પ જતા જતા પણ દુનિયા માટે ઉભી કરી શકે મહામુસીબત, આખા અમેરિકામાં ફફડાટ

ડૉનાલ્ડ ટ્રમ્પ જતા જતા પણ દુનિયા માટે ઉભી કરી શકે મહામુસીબત, આખા અમેરિકામાં ફફડાટ

 | 7:46 pm IST
  • Share

ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) હવે થોડા દિવસ માટે જ અમેરિકાના રાષ્ટ્રપતિ (US President) તરીકે છે. ટ્રમ્પનો આખો કાર્યકાળ જ વિવાદાસ્પદ રહ્યો છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ એવા અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પ પ્રભાવશાળી અને ઠરેલ નેતાના બદલે એક તરંગી નેતા તરીકે જાણીતા બન્યાં. જતા જતા પણ તેમના સમર્થકોને ઉશ્કેરીને અમેરિકાની સંસદ (US Parliament) એટલે કે કેપિટલ બિલ્ડિંગ  (Capitol Hill Building)માં ઘૂસવા માટે પ્રેર્યા અને ત્યાર બાદ દુનિયાની સૌથી જુની લોકશાહીના મંદિરમાં જે દ્રશ્યો ભજવાયા તેને અમેરિકાના લોકો ક્યારેય નહીં ભૂલી શકે,

આ ઘટના બાદ અમેરિકામાં ટ્રમ્પ પર તત્કાળ રાજીનામું આપવાનું પ્રચંડ દબાણ ઉભું થયું છે. એવી પણ માંગણી ઉભી થઈ છે કે, જો ટ્ર્રમ્પ પોતાનો કાર્યકાળ પુરો થાય તે પહેલા રાજીનામું નહીં આપે તો સદન તેમને હટાવવા માટે મહાભિયોગ લાવવા સંબંધિત પ્રક્રિયા આગળ વધારશે. પરંતુ લોકોને ટ્રમ્પનો સ્વભાવ જોતા અમેરિકનોને એક નવો ફફડાટ પેઠો છે.

પરમાણુ હુમલો કરી શકે છે ડૉનાલ્ડ ટ્રમ્પ

અમેરિકી સેનેટના સ્પીકર નેન્સી પેલોસીએ મિલેટ્રી ચીફને ચેતવ્યા છે કે, ટ્રમ્પથી ન્યૂક્લિયર કોડ દૂર રાખવામાં આવે. જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના ચેરમેન માર્ક મિલી સાથે નેન્સીએ વાત કરી અને કહ્યું કે ન્યૂક્લિયર કોડથી ટ્રમ્પને દૂર રાખવા અંગે ચર્ચા કરે. નેન્સી પેલોસીએ ચેતવ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા માટે સૈન્ય યુદ્ધના હાલાત પેદા કરી શકે છે. પેલોસ્કીએ ડેમોક્રેટિક સાંસદોને પત્ર લખીને જાણકારી આપી છે કે,  આજે સવારે મે જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન માર્ક મિલી સાથે વાત કરી અને કહ્યું છે કે તેઓ તે સાવધાનીઓ પર ચર્ચા કરે જેનાથી એક સનકી રાષ્ટ્રપતિને સૈન્ય યુદ્ધ છેડવા કે લોન્ચ કોડ હાસલ કરીને પરમાણુ હુમલો કરવાથી રોકી શકાય.

પૂર્વ રક્ષામંત્રી પણ ચિંતિત

અમેરિકાના પૂર્વ રક્ષામંત્રી વિલિયમ પેરીએ નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેનને સંબોધિત કરતા કહ્યું હતું કે, ન્યૂક્લિયર હેન્ડલિંગ સિસ્ટમને બદલવાની ભલામણ કરી છે. વિલિયમે બાઈડેનને અપીલ કરી છે કે એકલા રાષ્ટ્રપતિના હાથમાં પરમાણુ બોમ્બનો કંટ્રોલ આપવો બિનજરૂરી અને ખુબ જ ખતરનાક છે. પેરીએ સૂચન કર્યું છે કે પરમાણુ બોમ્બના ઉપયોગ માટે કોંગ્રેસમાં એક કમિટી બને, જેની મંજૂરી પણ જરૂરી હોય.

વિલિયમ પેરી 1994થી 1998 સુધી અમેરિકાના રક્ષામંત્રી હતા અને તેમણે પરમાણુ બોમ્બ માટે ભગવાનની જેમ રાષ્ટ્રપતિને તાકાત આપવાને બિનલોકશાહી ગણાવ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિની સાથે ચાલનારો સુરક્ષા કાફલો પોતાની સાથે એક બ્રીફકેસ લઈને ચાલે છે જેને ફૂટબોલ કહે છે. જેમાં ન્યૂક્લિયર કોડ હોય છે. ફૂટબોલ દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ દુનિયાના કોઈ પણ ખૂણે હોય તો પણ પરમાણુ હુમલાના આદેશ આપી શકે છે.

વિલિયમે ચેતવ્યા કે ટ્રમ્પને કોઈને પૂછવાની જરૂર નથી અને તેઓ કાં તો એક કે પછી સેંકડો પરમાણુ બોમ્બ લોન્ચ કરી શકે છે. હિરોશીમા અને નાગાસાકીમાં પરમાણુ હુમલા બાદ રાષ્ટ્રપતિ હેરી ટ્રુમેને (Harry truman) નક્કી કર્યું હતું કે પરમાણુ બોમ્બ માટેનો અધિકાર રાષ્ટ્રપતિ પાસે હોવો જોઈએ, સેના પાસે નહીં.

જો કે ટ્રમ્પે હાલ એવા કોઈ સંકેત આપ્યા નથી કે તેઓ કોઈ પ્રકારનું યુદ્ધ કરી શકે છે કે પછી દુશ્મન દેશો વિરુદ્ધ પરમાણુ યુદ્ધ છેડી શકે છે. પરંતુ પોતાનો સ્વભાજ જોતા અને સમર્થકોના હિંસક પ્રદર્શન બાદ, ટ્રમ્પ રિપબ્લિકન સાંસદોનું પણ સમર્થન ગુમાવી રહ્યા છે. તેનાથી એટલું તો નક્કી ગણાઈ રહ્યું છે કે 20 જાન્યુઆરી પહેલા કાં તો ટ્રમ્પને સેનેટના દબાણમાં પદથી રાજનામું આપવું પડશે અથવા તો પછી તેમણે પોતાના વિરુદ્ધ બીજા મહાભિયોગનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન