ફેસબુકે કેમ્બ્રિજ એનાલિટિકા કૌભાંડ બાદ અમુક એકાઉન્ટને કર્યા ડિલીટ અને સિક્યોરિટી વધારી... - Sandesh
  • Home
  • Technology
  • ફેસબુકે કેમ્બ્રિજ એનાલિટિકા કૌભાંડ બાદ અમુક એકાઉન્ટને કર્યા ડિલીટ અને સિક્યોરિટી વધારી…

ફેસબુકે કેમ્બ્રિજ એનાલિટિકા કૌભાંડ બાદ અમુક એકાઉન્ટને કર્યા ડિલીટ અને સિક્યોરિટી વધારી…

 | 5:19 pm IST

ફેસબુક ડેટાચોરી મામલે લંડનની કંપની કેમ્બ્રિજ એનાલિટિકાનું કૌભાંડ સામે આવ્યા બાદ અમેરિકામાં ફેસબુક એકાઉન્ટ સામે એક જોખમ ઊભું થયું છે. ખાસ કરીને જૂનાં કેટલાંક એકાઉન્ટના સિક્યોરિટી ફીચર્સ સાથે છેડછાડ કરવામાં આવી છે.

અમેરિકાનાં ફેસબુક એકાઉન્ટમાં પ્રાઇવસીને લઈને લોકો ચિંતિત છે. તાજેતરમાં 1,000 અમેરિકન ફેસબુક એકાઉન્ટ પર થયેલા સરવેમાંથી જાણવા મળ્યું હતું કે, ફેસબુકે અમુક એકાઉન્ટને કોઈ પરવાનગી વગર ડિલીટ કરી દીધાં છે.

ઉપરાંત કેટલાંક એકાઉન્ટ સામે સિક્યોરિટી ફીચર્સમાં છેડછાડ થતાં યૂઝર્સે સર્વિસનો ઉપયોગ બંધ કરી દીધો છે. એકાઉન્ટ સિક્યોરિટીને કારણે આ એકાઉન્ટ ડિલીટ કયાંર્ હોવાનું જાણવા મળ્યું હતું, જોકે ફેસબુકે આ અંગે કોઈ વાત કરી નથી. યૂઝર્સ તરફથી થયેલા આ સરવેમાં આ મુદ્દે અનેક અમેરિકનોએ પ્રાઇવસી અંગે ફેસબુક પર રોષ ઠાલવ્યો હતો.

કેમ્બ્રિજ એનાલિટિકા કૌભાંડ બાદ અમેરિકામાં આ સરવે હાથ ધરવામાં આવ્યો. 17 ટકા અમેરિકોનો ફેસબુકની એપ્સમાંથી પોસ્ટિંગ કરતાં હતાં. એપ્સમાંથી પણ ડેટા સુરભક્ષિ કરવામાં આવ્યા હતા.