અમેરિકાની બેંકમાં ફાયરિંગ, એક ભારતીય સહિત ત્રણના ઘટના સ્થળે મોત - Sandesh
  • Home
  • NRI
  • અમેરિકાની બેંકમાં ફાયરિંગ, એક ભારતીય સહિત ત્રણના ઘટના સ્થળે મોત

અમેરિકાની બેંકમાં ફાયરિંગ, એક ભારતીય સહિત ત્રણના ઘટના સ્થળે મોત

 | 12:16 pm IST

અમેરિકાના સિનસિનાટી શહેરના ગોળીઓના અવાઝથી ગૂંજી ઉઠ્યું. ગુરૂવારે ફાઉન્ટેન સ્ક્વેયર પાસે સ્થિત ફિફ્થ થર્ડ બેંકમાં એક ગનમેને ખુલ્લેઆમ ગોળીઓ ચલાવી. આ ફાયરિંગમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. મરનારમાં 25 વર્ષિય ભારતીય મૂળના નાણાંકીય સલાહકાર પૃથ્વીરાજ કંડેપી સહિત ત્રણ લોકોની હત્યા કરી દીધી છે. પોલીસે તેને રોકવાના પ્રયાસો કર્યાં. આરોપી ન માન્યો તો તેને ગોળી મારી દીધી. બાદમાં થોડા સમય બાદ પોલીસે ગનમૈનને ઠાર માર્યો, આ ગનમેનની ઓળખ 29 વર્ષિય ઓમર એનરિક સાંતાના રૂપે થઇ છે.

પોલીસે જણાવ્યું કે, ગુરૂવારે ઓમર એનરિકે સૌથી પહેલા બેંકની બહાર ગોળીઓ ચલાવી, બાદમાં તે બેંકમાં પ્રવેશ્યો અને ગોળીબાર કર્યો, ગોળીબારીમાં માર્યો ગયેલ ભારતીય 29 વર્ષના પૃથ્વીરાજ કંડેપી આંધ્રપ્રદેશના ગુંટૂર જિલ્લાનો રહેવાસી હતો. તેલગુ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકાના એક સભ્યને જણાવ્યું કે કંડેપી બેંકમાં સલાહકાર રીતે કામ કરતાં હતા. તેમના મૃતદેહને ભારત મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે.

સિનસિનાટીના મેયર જોન ક્રેનલે જણાવ્યા મુજબ, ગોળીબારીમાં સામાન્ય નાગરિક માર્યા ગયા. સમગ્ર ઘટના થોડાં સમયમાં જ થઈ ગઈ. પોલીસે જણાવ્યા મુજબ 4 જેટલાં ઈજાગ્રસ્તોને સિનસિનાટી મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન