રાષ્ટ્રપતિ પદના લાયક નથી ડૉનાલ્ડ ટ્રમ્પ : પૂર્વ FBI ડાયરેક્ટર - Sandesh
NIFTY 10,584.70 +20.65  |  SENSEX 34,450.77 +35.19  |  USD 66.4750 +0.36
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • રાષ્ટ્રપતિ પદના લાયક નથી ડૉનાલ્ડ ટ્રમ્પ : પૂર્વ FBI ડાયરેક્ટર

રાષ્ટ્રપતિ પદના લાયક નથી ડૉનાલ્ડ ટ્રમ્પ : પૂર્વ FBI ડાયરેક્ટર

 | 5:51 pm IST

અમેરિકામાં એફબીઆઇના ભૂતપૂર્વ ડિરેક્ટર જેમ્સ બી કોમીએ એક ઇન્ટરવ્યુમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગંભીર આરોપ મૂક્યો છે. ટ્રમ્પ અને તેમની વચ્ચે અણબનાવ પછી તેમના પ્રથમ ઇન્ટરવ્યુમાં કોમીએ ટ્રમ્પ પર આવી રીતનો વાક હુમલો કર્યો હતો. ઇન્ટરવ્યુમાં કોમીએ ટ્રમ્પને જુઠ્ઠાં ગણાવ્યા હતાં અને સાથે સાથે એ પણ કહ્યું કે તેઓ સ્ત્રીઓને મીટની જેમ ટ્રીટ કરે છે.

કોમીએ ટ્રમ્પ વિશે એ પણ કહ્યું કે, જે પણ તેમના માટે કામ કરે છે તે તેમના માટે એક દાગ જેવા છે. કોમીએ વધુમાં જણાવતા ટ્રમ્પની સરખામણી એક માફિયા બોસ તરીકે કરી હતી. તેમણે ટ્રમ્પના રશિયન પ્રોસ્ટીટ્યુટ સાથેના સંબંધો વિશે રશિયન સરકાર દ્વારા બ્લેકમેલ કરવાનો આરોપ પણ મુક્યો હતો.

કોમીએ વધુ જણાવતા કહ્યું કે, ટ્રમ્પ દ્વારા રાષ્ટ્રના નિયમોને જંગલમાં લાગેલી આગમાં જેમ બધુ રાખ થઇ જાય છે તેમ નિયમોને રાખ કરી દીધા છે, આપણા રાષ્ટ્રપતિએ આપણા રાષ્ટ્રનું સમ્માન કરવું જોઇએ જે દેશની પહેલી પ્રાથમિકતા છે. સૌથી મહત્વના સત્યનો સાથ આપવો જોઇએ. પરંતુ આ રાષ્ટ્રપતિ આમ કરવાના કાબેલ નથી, તેઓ નૈતિક રીતે રાષ્ટ્રપતિ પદના લાયકાત નથી.

જાણવા મળે છે કે કોમીની રાષ્ટ્રપતિ ટ્રમ્પ પરની ફરિયાદ પર એક પુસ્તક લખવામાં આવ્યું છે. જેનું નામ છે ‘અ હાયર લોયલ્ટી’ જે મંગળવારે રિલીઝ થઈ રહ્યું છે.

કોમીએ એમ પણ કહ્યું હતું કે, તેમણે અમેરિકાની કોંગ્રેસ સામે ખોટુ બોલવા અને કેટલીક વિશેષ જાણકારીઓને ખુલ્લી કરવાના આરોપમાં જેલમાં પણ મોકલી શકાય છે. ટ્રમ્પે ટ્વીટમાં લખ્યું કે – મેં કોમીને ક્યારેય પણ વ્યક્તિગત લોયલ્ટી વિશે કહ્યું નથી.

તેઓએ એક અન્ય ટ્વીટમાં જણાવ્યુ છે કે, જેમ્સ કોમી એક એવી વ્યક્તિ છે જે સ્માર્ટ નથી અને તેઓ ઇતિહાસમાં સૌથી ખરાબ એફબીઆઇ ડિરેક્ટર તરીકે ઓળખાશે.