America Gave Statement On India's Mission Chandrayaan-2
  • Home
  • Featured
  • ભારતની અંતરિક્ષ શક્તિ પર અમેરિકા ઓળઘોળ, મિશન ચંદ્રયાન-2ને લઇને કરી ભરપુર પ્રશંસા

ભારતની અંતરિક્ષ શક્તિ પર અમેરિકા ઓળઘોળ, મિશન ચંદ્રયાન-2ને લઇને કરી ભરપુર પ્રશંસા

 | 8:15 pm IST

ભારતનાં મિશન ચંદ્રયાન-2 પર અમેરિકાનું પણ નિવેદન આવ્યું છે. શનિવારે ભારતને ત્યારે ઝાટકો લાગ્યો જ્યારે ચંદ્રયાન-2નું લેન્ડર ‘વિક્રમ’ ચંદ્રની સપાટીથી ફક્ત 2.1 કિલોમીટર દૂર હતુ અને તેની સાથે સંપર્ક તૂટી ગયો. ભારતનાં મિશન ચંદ્રયાન-2ને લઇને અમેરિકાએ કહ્યું છે, ‘આ ભારત માટે મોટું પગલું છે.’ ટ્વિટ કરીને દક્ષિણ અને મધ્ય એશિયા માટે કાર્યકારી સહાયક સચિવ એલાઇસ જી વેલ્સે કહ્યું કે, ‘અમે ઇસરોને ચંદ્રયાન-2 પર તેમના અવિશ્વસનીય પ્રયત્નો માટે અભિનંદન આપીએ છીએ. આ મિશન ભારત માટે એક મોટુ પગલું છે અને તે વૈજ્ઞાનિક પ્રગતિને આગળ વધારવા માટે અમૂલ્ય ડેટાનું ઉત્પાદન ચાલુ રાખશે.’

સાથે જ અમેરિકી રાજદ્વારીએ કહ્યું કે, ‘અમને એમાં કોઈ શંકા નથી કે ભારત પોતાની અંતરિક્ષ આકાંક્ષાઓને મેળવશે.’ તેમણે ટ્વિટ નાસાની એ પોસ્ટની સાથે કર્યું છે, જેમાં નાસાએ કહ્યું છે કે, ‘અંતરિક્ષ મુશ્કેલ છે. અમે ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર તેમના ચંદ્રયાન-2 મિશનને ઉતારવા માટે ઇસરોનાં પ્રયત્નની પ્રશંસા કરીએ છીએ. તમે અમને તમારી યાત્રાથી પ્રેરિત કર્યા અને ભવિષ્યનાં અવસરોની એક સાથે શોધ કરવા તત્પર છીએ.’

જણાવી દઇએ કે ઇસરોનાં કહ્યા પ્રમાણે લેન્ડર ‘વિક્રમ’ ચંદ્રની દક્ષિણ ધ્રુવની સપાટી તરફ આગળ વધી રહ્યું હતુ અને તેની સપાટીને અડવાથી ફક્ત 2.1 કિલોમીટર જ દૂર હતુ, આ દરમિયાન તેનો સંપર્ક તૂટી ગયો. લગભગ એક દશક પહેલા આ ચંદ્રયાન-2 મિશનની કલ્પના કરવામાં આવી હતી અને 978 કરોડ રૂપિયાનાં આ અભિયાન અંતર્ગત ચંદ્રમાનાં દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરનારો ભારત પહેલો દેશ હોત. જો કે ભારતનું ચંદ્રયાન-2 મિશન 95 ટકા સફળ રહ્યું છે તેવું ઇસરોનું કહેવું છે. ઑર્બિટર ચંદ્રની દક્ષિણ ધ્રુવ સપાટી પર ચોક્કસ જગ્યાએ લેન્ડ થયું છે અને તે સાડા સાત વર્ષ સુધી કામ કરશે.

આ વિડીયો પણ જુઓ: ઉંઝામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ઉમિયાધામમાં ઉછામણીનો કાર્યક્રમ યોજાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન