America Hasband Allegedly Force Wife Watch Film And Force Her To Have Physical Relation
  • Home
  • Ahmedabad
  • ‘પપ્પાને એટેક આવ્યો છે’, કહી અમેરિકામાં પતિએ પત્નીને એવી દયનીય હાલત કરી કે, વાંચીને આંખમાં ઝરઝરીયા આવી જશે

‘પપ્પાને એટેક આવ્યો છે’, કહી અમેરિકામાં પતિએ પત્નીને એવી દયનીય હાલત કરી કે, વાંચીને આંખમાં ઝરઝરીયા આવી જશે

 | 8:40 am IST

USA હ્યુસ્ટન ખાતે રહેતાં પતિ,સાસુ,સસરા અને નણંદ વિરુદ્ધ નારણપુરા ખાતે રહેતી પરિણીતા અંજુ (નામ બદલ્યું છે)એ મહિલા પશ્ચિમ પોલીસસ્ટેશનમાં ગુરુવારે ફરિયાદ કરી છે. લગ્ન બાદ અમેરિકા ગયેલી અંજુને સાસરિયા સારી રીતે રાખતા ન હતા. પિયરમાં કોઈની સાથે વાતચીત કરવા દેતા ન હતા. પતિ બ્લૂ ફિલ્મ બતાવીને અંજુ સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.

એપ્રિલ,૨૦૧૬માં પતિએ મારા પપ્પાને એટેક આવ્યો છે, આપણે મુંબઈ જવું પડશે. તેમ કહી અમેરિકાથી અંજુને મુંબઈ લઈ આવી પતિએ તરછોડી દીધી હતી. બાદમાં પરિવારના સભ્યો સાથે અંજુને જાણ કર્યા વગર અમેરિકા જતો રહ્યો હતો. અંજુએ આ અંગે કોર્ટ કેસ કરતાં આરોપી પતિ કોર્ટ મુદતે આવતો ત્યારે અંજુના પોતાની પાસે રહેલા પોર્ન ફોટો વાઇરલ કરી બદનામ કરવાની ધમકી આપતો હતો.

ઓક્ટોબર,૨૦૧૫માં મુંબઈ ખાતે રહેતાં પરિવારના પુત્ર વિશ્વાસ (નામ બદલ્યું છે) સાથે અંજુના લગ્ન થયા હતા. લગ્નના બીજા દિવસે વિશ્વાસ અને તેનો પરિવાર અમેરિકા જતો રહ્યો હતો. અંજુના વિઝા થયા ન હોવાથી તે પિયરમાં રહેતી હતી.

દરમિયાનમાં વિશ્વાસે ગત તા.૧-૧૧-૨૦૧૯ના રોજ ફોન કરીને અંજુ પાસે તેના અંગત ફોટો મગાવ્યા હતા. ગત તા.૭-૧૧-૨૦૧૯ના રોજ અંજુ સાસરિયા પાસે અમેરિકા હ્યુસ્ટન ખાતે કરિયાવરનો સામાન લઈને પહોંચી હતી. અંજુને સાસરિયા ઘરની બહાર જવા ના દેતા તેમજ તેના માતા-ભાઈ સાથે વાત કરવા દેતા ન હતા.

પતિ માસાંહારી હોવાથી શાકાહારી પત્ની ભૂખી રહેતી!  

વિશ્વાસને ન્યૂ મેક્સિકોમાં જોબ મળતાં તે અંજુને લઈને અલગ રહેવા જતો રહ્યો હતો. જ્યાં જમવા બાબતે વિવાદ થતો હતો. વિશ્વાસ માસાહારી હોવાથી બહારથી જમવાનું મગાવી ખાઈ લેતો પણ અંજુ શાકાહારી હોવાથી તેનું જમવાનું મગાવતો ન હતો. આથી, અંજુને ભૂખ્યા રહેવું પડતું હતું.

અમેરિકામાં અમવાદી યુવતીના લગ્ન 

અમદાવાદના નારણપુરામાં રહેતી એક પરીણિતા જુહી (નામ બદલ્યું છે)નું લગ્ન હ્યસ્ટન અમેરિકામાં રહેતા સુહાસ (નામ બદલ્યુ છે) સાથે વર્ષ 2015માં થયું હતું. સુહાસ મુંબઈનો રહેવાસી હતો અને અમેરિકાના હ્યુસ્ટનમાં સ્થાયી થયો હતો. લગ્નના બીજા દિવસે સુહાસ અને તેનો પરિવાર અમેરિકા જતો રહ્યો હતો. લગ્ન બાદ અમેરિકા ગયેલી જુહીને સાસરિયા અને પતિ સારી રીતે રાખતા નહોતા. જુહીને અમદાવાદ માતાપિતા સાથે વાતચીત પણ કરવા દેતા નહોતા. આમ અમદાવાદની આ યુવતીને અમેરિકાના લગ્નમાં વિશ્વાસઘાત થયો હતો.

પતિ બ્લૂ ફિલ્મ બતાવતો, પત્ની નોનવેજ ન ખાતી હોવાથી ભુખી રહેતી!

આ જઘન્ય ઘટનાક્રમમાં જુહીએ એવો પણ ખુલાસો કર્યો છે કે તેનો પતિ સુહાસ નોનવેજ ખાતો હતો અને તે વેજીટેરિયન હતી. દરમિયાન સુહાસ બહારથી નોનવેજ મંગાવી લેતો અને જુહીને ભુખ્યા રહેવું પડતું હતું. સુહાસની વિકૃતી એટલી હદે વધી ગઈ હતી કે તે પત્નીને બ્લૂ ફિલ્મ દર્શાવી શારીરિક સંબંધો બાંધતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન