Indian manager bad behavior women in flight at America
  • Home
  • Nri
  • અમેરિકા: ભારતીય મેનેજરે ફ્લાઇટમાં મહિલા સાથે કર્યું ન કરવાનું કામ, થઇ શકે છે ઉંમરકેદ

અમેરિકા: ભારતીય મેનેજરે ફ્લાઇટમાં મહિલા સાથે કર્યું ન કરવાનું કામ, થઇ શકે છે ઉંમરકેદ

 | 3:17 pm IST

ભારતમાં જ નહી પરંતુ સમગ્ર વિશ્વમાં મહિલાઓ સાથે જાતિય સતામણીની ઘટનાઓ બની રહી છે. મહિલાઓ પર થતા દુરાચાર બાબતે કાયદો કડક થતા આવી ઘટનાઓ પર અંકુશ મેળવી શકાય છે. તેમજ મહિલાઓ પણ જાતિય સતામણી વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવે તેવી માગ હવે પેદા થઇ છે.

મહિલાની જાતિય સતામણી કરવી કેવી ભારે પડી શકે છે તેનો તાજો દાખલો અમેરિકામાં જોવા મળ્યો છે. જેમાં મહિલા સાથે જાતિય સતામણી થતા નરાધમને ઉમરકેદની સજા પણ સંભળાવવામાં આવી શકે છે. જેથી ભવિષ્યમાં કોઇ મહિલાની જાતિય સતામણી કરતા સો વખત વિચાર કરશે.

અમેરિકાની એક કોર્ટે 35 વર્ષના એક ભારતીય આઇટી મેનેજર પ્રભુ રામામૂર્તિને હવાઇ યાત્રા દરમિયાન બાજુની સીટ પર સુઇ રહેલ એક મહિલા સાથે જાતિય સતામણી કરવાના આરોપમાં આરોપી જાહેર કર્યો છે. આ ઘટના લાસ વેગસથી ડેટ્રોયટ જઇ રહેલ એક વિમાનમાં જાન્યુઆરીમાં બની હતી. રામામૂર્તિને આ આરોપમાં ઉંમરકેદ થઇ શકે છે.