New Orleans shooting: Police say 3 killed, 7 injured; 2 suspects
  • Home
  • Featured
  • અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં અંધાધૂંધ ગોળીબાર, 3ના મૃત્યુ અને 7 ઈજાગ્રસ્ત

અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં અંધાધૂંધ ગોળીબાર, 3ના મૃત્યુ અને 7 ઈજાગ્રસ્ત

 | 6:56 pm IST

અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સ વિસ્તારમાં શનિવારે સાંજે બે હુમલાખોરોએ ભીડ પર અંધાધૂધ ગોળીબાર કરતાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. હુમલામાં 7ને ઇજા પણ પહોંચી હતી. પોલીસ શંકાસ્પદ હુમલાખોરોને શોધવા પ્રયાસશીલ છે.

શહેરના પોલીસ વડા માઈકલ હેરિસને જણાવ્યું હતું કે હુમલાખોરોએ હુડી ધારણ કરેલી હતી અને રાયફલમાંથી ભીડ પર ગોળીબાર કર્યા બાદ ભાગી છુટયા હતા. ક્લેબોર્ન એવન્યુ પાસે આ ઘટના બની હતી.

હુમલાખોરોએ ભીડ પર પાછળથી ગોળીબાર કરતાં બે પુરૃષ અને એક મહિલાનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. ઘાયલોમાં પાંચ પુરૃષ અને બે મહિલાનો સમાવેશ થાય છે. તેમને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. ઘાયલો પૈકી એકની સ્થિતી ગંભીર હતી.

પોલીસ હુમલાખોરો દ્વારા ભીડ પર થયેલા અંધાધૂંધ ગોળીબારનું કારણ જાણી શકી નહોતી. હુમલો ખાસ ઇરાદા સાથે થયો હતો તે નક્કી છે. મેયર લા ટોયાએ અંધાધૂધ ગોળીબારની ઘટનાને વખોડી કાઢી હતી.