શંકાસ્પદ પત્રને ખોલતા ડોનાલ્ડ ટ્રમ્પના વહુની બગડી હાલત – Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • શંકાસ્પદ પત્રને ખોલતા ડોનાલ્ડ ટ્રમ્પના વહુની બગડી હાલત

શંકાસ્પદ પત્રને ખોલતા ડોનાલ્ડ ટ્રમ્પના વહુની બગડી હાલત

 | 10:13 pm IST

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરની પત્ની વેનેસાને ન્યૂયોર્કના મેનહટ્ટન એપાર્ટમેન્ટમાં તેના પતિને નામે બોસ્ટનથી મોકલાયેલાં પત્રમાં સફેદ પાઉડર મળતાં તેને કારણે ઉધરસ આવતાં સાવચેતીનાં પગલાં રૂપે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના નામનો પત્ર તેની સાસુ બોની હેડોનના એપાર્ટમેન્ટમાં ડિલિવર કરવામાં આવ્યો હતો. બોની હેડોને આ પત્ર તેમની પુત્રી વેનેસાને આપ્યો હતો. વેનેસાએ સોમવારે સવારે દસ વાગ્યે આ પત્ર ખોલતાં તેમાંથી સફેદ પાઉડર નીકળ્યો હતો.

જેને કારણે ઉધરસ આવતાં તેમણે 911 નંબર પર ફોન કરી સહાય માગી હતી. જેને પગલે વેનેસા, તેની માતા બોની અને અન્ય એક વ્યક્તિને સાવચેતીના પગલાં રૂપે વેઇલ કોર્નેલ મેડિકલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા હતા.

આ ઘટનાની તપાસ કરી રહેલાં ન્યૂયોર્ક પોલીસ વિભાગ અને ફાયર વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ સફેદ પાઉડર કોર્ન સ્ટાર્ચ છે અને તે હાનિકારક નથી. ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે આ ઘટનાને સોશિયલ મીડિયા પર વખોડી કાઢી હતી. પોલીસ તપાસમાં જણાયું હતું કે આ પત્ર બોસ્ટનથી મોકલાયો હતો. આ મામલે તપાસ ચાલુ છે.