સરહદપાર ત્રાસવાદ મુદ્દે પાકિસ્તાનને રોકડું પરખાવતું અમેરિકા - Sandesh
  • Home
  • World
  • સરહદપાર ત્રાસવાદ મુદ્દે પાકિસ્તાનને રોકડું પરખાવતું અમેરિકા

સરહદપાર ત્રાસવાદ મુદ્દે પાકિસ્તાનને રોકડું પરખાવતું અમેરિકા

 | 9:36 am IST

અમેરિકાએ પાકિસ્તાનને સ્પષ્ઠ શબ્દોમાં પરખાવી દીધું છે કે પાકિસ્તાને સરહદપારના ત્રાસવાદ પરત્વેની તેની સહિષ્ણુતાનો અંત લાવવો જોઇએ.અમેરિકી વિદેશ બાબતની સમિતિ સમક્ષ અમેરિકાના પાકિસ્તાન અને અફઘાનિસ્તાન માટેના ખાસ પ્રતિનિધી રીચાર્ડ ઓલ્સને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશો આપતાં કહ્યું હતું કે પાકિસ્તાને બહારી પ્રદેશને અસરકર્તા જૂથો તરફ સહિષ્ણુતા જાળવવી નીતિને છોડવી જોઇએ.

ઓલ્સને કહ્યું હતું કે પાકિસ્તાને પાકિસ્તાની નેતાગીરીએ ત્રાસવાદીઓ તરફ કોઇપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના તેના પાડોશી દેશોને નિશાન બનાવતા ત્રાસવાદી જૂથો સહિતના તમામ જૂથોને નિશાન બનાવવા જોઇએ.ભારત – અફઘાન સંબંધોના મુદ્દે પાકિસ્તાન સદંતર નકારાત્મક વલણ ધરાવતું હોવા છતાં ઓલ્સને ભારપુર્વક જણાવ્યું હતું કે અમેરિકા ભારત – કાબુલ સંબંધોને સંપુર્ણ સમર્થન આપવા યોજના ઘડી રહ્યું છે. આગામી સપ્તાહે સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાની બેઠક દરમિયાન અમેરિકા-ભારત-અફઘાનિસ્તાન ત્રિપક્ષીય બેઠક પણ મળવાની છે.

તેમણે કહ્યું હતું કે ભારતે અફઘાનિસ્તાનને સલામતીમાં સહાય અને તાલીમમાં મદદ કરવા કરેલી ઓફરનું પણ અમેરિકા સ્વાગત કરે છે. અમેરિકાએ પાકિસ્તાની લશ્કરના વડા જનરલ રાહિલ શરિફે આપેલા નિવેદનને પણ આવકાર્યું હતું. રાહિલે પોતાના કમાન્ડર્સ, જાસૂસી દળો અને કાયદો અને વ્યવસ્થા જાળવતા એકમોને અફઘાનિસ્તાનમાં હુમલા માટે પાકિસ્તાનની ભૂમિનો ઉપયોગ ના કરવા દેવા સંગીન પગલાં લેવા જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન