ટ્રમ્પે પાકિસ્તાનને બતાવ્યો પાવર 24 કલાકમાં અટકાવી 1600 કરોડની સહાય - Sandesh
NIFTY 10,788.55 +88.10  |  SENSEX 35,081.82 +310.77  |  USD 63.8825 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ટ્રમ્પે પાકિસ્તાનને બતાવ્યો પાવર 24 કલાકમાં અટકાવી 1600 કરોડની સહાય

ટ્રમ્પે પાકિસ્તાનને બતાવ્યો પાવર 24 કલાકમાં અટકાવી 1600 કરોડની સહાય

 | 12:50 pm IST

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ધમકી ભર્યા ટ્વિટ પછી હવે અમેરિકાએ પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. અમેરિકાએ આતંકવાદ રોકવા માટે પાકિસ્તાનને આપવામાં આવી રહેલી ફંડિંગ રોકવાનો ફેસલો કરી દીધો છે.

ટ્રમ્પે આકરા શબ્દોમાં ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘અમેરિકાએ મૂર્ખની જેમ છેલ્લા 15 વર્ષમાં પાકિસ્તાનને 33 અબજ ડોલરથી વધારેની સહાય કરી છે. તેમણે અમારા નેતાઓને મૂરખ સમજીને આપણને ‘જૂઠ અને દગા’ સિવાય કંઈ નથી આપ્યું.

અમેરિકાએ પાકિસ્તાનને આપવામાં આવનાર 255 મિલિયન ડોલરની મદદ રોકી દીધી છે. આ વાતની પુષ્ટિ વ્હાઇટ હાઉસે કરી છે. વ્હાઇટ હાઉસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ મદદનું ભવિષ્ય હવે પાકિસ્તાન તરફથી તેની ધરતી પર ઉછરી રહેલા આતંકવાદ સામે કાર્યવાહી પર નિર્ભર છે. અમેરિકા તરફથી ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટ બાદ આ કદમ ઉઠાવવામાં આવ્યું છે.

ટ્રમ્પે નવા વર્ષના પોતાના પ્રથમ ટ્વિટમાં કહ્યું હતું કે, ‘પાકિસ્તાને એ આતંકીઓને આશરો આપી રાખ્યો છે જેની સામે અમે અફઘાનિસ્તાનમાં કાર્યવાહી કરી રહીએ છીએ. બસ, હવે વધારે નહીં.’ યુએસના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ તરફથી પાકિસ્તાન પર કરવામાં આવેલો આ સૌથી મોટો હુમલો હતો.