અમેરિકા લઇ જવાનાં  બહાને ૨૦લાખ લઇને બંટી-બબલી વિદેશ છૂમંતર  - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમેરિકા લઇ જવાનાં  બહાને ૨૦લાખ લઇને બંટી-બબલી વિદેશ છૂમંતર 

અમેરિકા લઇ જવાનાં  બહાને ૨૦લાખ લઇને બંટી-બબલી વિદેશ છૂમંતર 

 | 12:39 am IST

। અમદાવાદ ।

કન્સ્ટ્રકશનનં કામ કરતા યુવાનને અમેરિકાના વિઝા અપાવી  નોકરી અપાવવાના બહાને ૨૦.૨૫ લાખ રૂપિયાની ઠગાઇ કરી બંટી-બંબલી અમેરિકા છુમંતર થઇ ગયં હોવાની ફરિયાદ ચાંદખેડા પોલીસસ્ટેશનમાં નોંધાઇ છે. બંટી-બબલીએ ૫૦ લાખમાં મોકલવાનં નકકી કર્યુ હતું.

મોટેરાના સેતુ એમરલ્ડમાં રહેતા ઉત્તમભાઇ અરવિંદભાઇ પારેખ (ઉ.વ૩૦) ગાંધીનગર સેવનસીઝ નામના ફલેટની સ્કીમ ધરાવે છે. તે નોકરી ધંધામાં સેટ થવા કોશિશ કરતા હતા. તે દરમ્યાન મોટેરે ગામમાં રહેતા નટવરભાઇ પંચાલના ના પુત્ર જયેન્દ્ર પંચાલ ઉર્ફે સુખાભાઇ જે ચાંદખેડાની ન્યુ  સી.જી રોડ  પર વે એબ્રોડ મેનેજમ ના નામથી વિઝા કન્સલ્ટન્સીની ઓફીસ ધરાવી વિદેશ મોકલવાનુ કામ કરે છે. તે લોકો ચાંદખેડાની ક્રુપા રેસીડન્સીમાં રહેતા હોવાથી ઉત્તમે તેમણે મળીને અમેરિકા જવા માટે વિઝા અને નોકરી અપાવવાની વાત કરી હતી. જેથી જયેન્દ્ર અને તેની પત્નિએ ૫૦ લાખ રૂપિયા નકકી કર્યા હતા.  જયેન્દ્ર અને તેની પત્નિએ ૨૦.૨૫ લાખ રૂપિયા આપી દીધા હતા. થોડા સમયબાજયેન્દ્ર પંચાલ અને તેની પત્નિ ઓફીસ બંધ કરીને અમેરિકાના ન્યુજર્સી ફરાર થઇ ગયા હતા.