તાલિબાનો પર અમેરિકાની `ડ્રોનવાળી’, 21ના મોત - Sandesh
  • Home
  • World
  • તાલિબાનો પર અમેરિકાની `ડ્રોનવાળી’, 21ના મોત

તાલિબાનો પર અમેરિકાની `ડ્રોનવાળી’, 21ના મોત

 | 6:12 pm IST

પાકિસ્તાનના ગુપ્ચર અધિકારીઓ તથા સ્થાનિક તાલિબાને જણાવ્યું છે કે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં આતંકવાદી અડ્ડા પર કરેલા ડ્રોન હુમલામાં પાકિસ્તાન તાલિબનના વડાના પુત્ર સહિત 21 બળવાખોરોના મોત થયા છે. અમેરિકાના જણાવ્યા અનુસાર આ હુમલો બુધવારે કરાયો હતો.

ડ્રોને આંતકવાદીઓના અડ્ડા પર બે મિસાઈલ હુમલા કર્યા હતાં. પાકિસ્તાન તાલિબાનનો નેતા મુલ્લા ફજલુલ્લા આ અડ્ડાની છાસવારે મુલાકાત લેતો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલા વખતે મુલ્લા ફજલુલ્લા ત્યાં ઉપસ્થિત ન હતો. જોકે હુમલામાં તેનો પુત્ર મૃત્યુ પામ્યો હોવાનું કહેવાય છે. મુલ્લા ફજલુલ્લા અફઘાનિસ્તાનમાં જ છૂપાયો હોવાનું મનાય છે. પાકિસ્તાનની સીમાથી થોડાક જ માઈલ દૂર આવેલા અફઘાનિસ્તાનના કૂનાર પ્રાંતમાં આ હુમલો કરાયો હતો. પાકિસ્તાનના અધિકારીઓ અને તાલિબાનના કમાન્ડરોએ નામ જાહેર ન કરવાની શરતે આ માહિતી પૂરી પાડી છે.

અમેરિકાએ આ અંગે કોઈ જ ટકોર કરી નથી.