america the worlds largest plane just flew for the first time
  • Home
  • Featured
  • દુનિયાના સૌથી મોટા વિમાને ભરી સફળ ઉડાન, જાણો તેની ખાસિયતો

દુનિયાના સૌથી મોટા વિમાને ભરી સફળ ઉડાન, જાણો તેની ખાસિયતો

 | 9:24 am IST

માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક પૌલ એલેનના વિશાળ કરિશ્માએ શનિવારે [13 એપ્રિલ] ના રોજ પ્રથમ વખત આકાશમાં ઉડાન ભરી ઇતિહાસ બનાવ્યો છે. આપણે વાત કરી રહ્યાં છીએ વિશ્વના સૌથી મોટા વિમાન વિશે જેની શરૂઆત વર્ષ 2011માં થઇ હતી.

સ્ટ્રેટોલોન્ચ સિસ્ટમના સીઇઓ જીન ફ્લોયડએ આ સફળતા પર ખુશી દર્શાવતા જણાવ્યું છે કે છેલ્લે અમે એ કરી બતાવ્યું જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી. જો કે, આ સુખની સફળતામાં તેમને પૌલ એલેનના ના હોવાનો દુ:ખ પણ છે.

પૌલ એલન, જેમણે આ પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો હતો. તેઓ 15 ઓક્ટોબર 2018 ના રોજ 65 વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા. વિમાનના પરીક્ષણ પાઇલટ ઇવાન થોમસ (ભૂતપૂર્વ ફાઇટર પાઇલોટ) હતા. આ પ્લેન 173 મીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી અને 15,000 ફીટની ઊંચાઈએ પહોંચ્યું છે. તેનું ઉતરાણ પણ ખૂબ સુંદર રહ્યું હતુ. ફ્લાઇટ પરીક્ષણના દોઢ કલાકમાં ક્રૂને કોઈ સમસ્યા આવી ન હતી. વિમાનની આ સફળતાથી દરેક જણ ખુશ છે.

આ વિમાનને બનાવવાનો મૂળ ઉદ્દેશ્ય પૃથ્વીથી 35 હજાર ફૂટની ઊંચાઇ પર ઉપગ્રહ લઇ જઇ સ્પેસમાં લોન્ચ કરવું છે. આ કારણે ઇંધણના ખર્ચમાં બચત થશે, તેમજ સેટેલાઇટ અથવા સ્પેસ મિશન લાંબા અંતર માટે મોકલવામાં પણ આવી શકશે. પૌલ એલને આ પ્લેનનું નામ ‘એર લોન્ચ’ રાખ્યું હતુ. ઉલ્લેખનિય છે કે પાછલા વર્ષ આ પ્લેન દુનિયા સમક્ષ પ્રથમ વખત આવ્યું હતું. તે સમયે, તેના એન્જિનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ વિમાનમાં 28 વ્હીલ્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન