America To Reopen Its Borders For Foreign Travelers
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કેટલીક શરતો સાથે વિદેશી મુસાફરો માટે પોતાની સરહદો ખોલવા જઈ રહ્યું છે અમેરિકા

કેટલીક શરતો સાથે વિદેશી મુસાફરો માટે પોતાની સરહદો ખોલવા જઈ રહ્યું છે અમેરિકા

 | 12:17 pm IST
  • Share

  • અમેરિકા બિન-જરૂરી મુસાફરી માટે ખોલશે પોતાની સરહદો

  • 19 મહિના પહેલા કરી હતી બંધ

  • રસીકરણ કરાવેલાને જ આપશે દેશમાં પ્રવેશ

અમેરિકા આવતા મહિને કોરોના મહામારીને કારણે સીલ કરેલી સરહદો ખોલવાની તૈયારી કરી રહ્યું છે. એક સમાચાર એજન્સી અનુસાર, અમેરિકા આવતા મહિને એટલે કે નવેમ્બરમાં બિન-જરૂરી મુસાફરી માટે તેની સરહદો ખોલવા જઈ રહ્યું છે.

અમેરિકા રસી લીધેલાને જ આપશે પ્રવેશ

કોરોના મહામારીના વધતા જતા પ્રકોપના કારણે અમેરિકાએ પોતાની સરહદો 19 મહિના પહેલા બંધ કરી દીધી હતી. હવે અન્ય દેશોના લોકો અમેરિકા આવી તો શકશે, પરંતુ કોરોના વાયરસની રસીકરણ લીધેલા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે.

જણાવી દઈએ કે અમેરિકામાં હજુ પણ કોરોના વાયરસના ઘણા કેસ સામે આવી રહયા છે. તે કોરોનાથી પ્રભાવિત દેશોની યાદીમાં સૌથી ઉપર છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો