હવે અમેરિકાને થવા લાગી ચિંતા, ભારત પણ કરશે જવાબી કાર્યવાહી તો...! - Sandesh
  • Home
  • Business
  • હવે અમેરિકાને થવા લાગી ચિંતા, ભારત પણ કરશે જવાબી કાર્યવાહી તો…!

હવે અમેરિકાને થવા લાગી ચિંતા, ભારત પણ કરશે જવાબી કાર્યવાહી તો…!

 | 4:05 pm IST

અમેરિકા તરફથી ઘણી વસ્તુઓ પર ઉંચા ટેક્સ લાદ્યાના એલાન બાદ ટ્રેડ વોર શરૂ થવાનું માનવામાં આવી રહ્યું છે. સમગ્ર દુનિયાની સાથોસાથ અમેરિકા પોતે પણ આથી ચિંતિત છે. અમેરિકાને લાગે છે કે, ભારત પણ મસાલોઓને લઇ જવાબી કાર્યવાહી કરી શકે છે. ટ્રંપ પ્રશાસનનાં એક અધિકારીએ કહ્યું છે કે, ભારત એવી સ્થિતિમાં હોઇ શકે છે જ્યાંથી તે જવાબી કાર્યવાહી કરવા ઇચ્છશે.

અમેરિકાનાં વેપાર પ્રતિનિધિ (યૂએસટીઆર) રોબર્ટ લાઇથિઝરે સાંસદોને જણાવ્યું કે, ભારતની વેપાર પ્રણાલી મુક્ત નથી અને તેનાથી ઘણી બધી મુશ્કેલીઓ છે. તેમણે કહ્યું,”મારું અનુમાન છે કે, ભારત એવી સ્થિતિમાં હોઇ શકે છે જ્યાં તે જવાબી કાર્યવાહી કરવા ઇચ્છશે, મને લાગે છે કે ત્યાં કેટલીક અડચણો છે. ભારત સાથે અમેરિકાનો વેપાર તેમના પક્ષમાં છે અને તે સરપ્લસની સ્થિતિમાં છે.”

યૂએસટીઆરે કહ્યું,”તેમના (ભારત) પાસે એક એવી પ્રણાલી છે જેમા ઘમી બધી ખામીઓ છે. આપણે સૌએ તેમની સાથે મળીને કામ કરવું જોઇએ. આ એક ગંભીર સમસ્યા છે અને જેની ઉપર અમે વિચાર કર્યો છે.” તમને જણાવી દઇએ કે, રૉબર્ટ મેરીલૈન્ડનાં સવાલો પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા, જેમણે અમેરિકન મસાલા ઉદ્યોગ પર ચિંતા વ્યક્ત કરી હતી.

અમેરિકન મસાલા ઉદ્યોગ આયાત કરવા માટે ભારત જેવા દેશો પર મોટા પાયે નિર્ભર છે અને તેમને ડર સતાવી રહ્યો છે કે ભારત જવાબી કાર્યવાહી કરી શકે છે. કાર્ડિને કહ્યું,’જવાબી કાર્યવાહીનાં સંબંધમાં મારી પાસે ઘણી સમસ્યાઓ છે. ઉદાહરણ તરીકે અમેરિકાની મુખ્ય મસાલા કંપની મેકકોર્મિકને લઇ લો. તેઓ મોટા ભાગની વસ્તુઓ બહારથી મંગાવે છે. પોતાના મસાલા માટે તેમને બહારથી મોટા ભાગના ઉત્પાદનોને મંગાવવા પડે છે.’

કાર્ડિને કહ્યું,”ખરેખર આપણા માટે ચિંતાનો વિષય એ છે કે જો જવાબી કાર્યવાહી કરવામાં આવી તો તેમની પાસે કોઇ વિકલ્પ બચશે નહી. હું મૈકકૉર્મિકને શું દેખાડું?” લાઇથઇજરે કહ્યું,”હું નથી જાણતો કે તેઓ મસાલા ક્યાંથી ખરીદે છે. બની શકે છે કે એવી ઘણા જગ્યાઓ હશે જ્યાથી તેઓ મસાલા ખરીદતા હશે. તેઓ એ લિસ્ટમા સામેલ નહી હોય જ્યાંથી એલ્યુમીનિયમ અથવા સ્ટિલથી પ્રભાવિત થતા હોય. તેમણે કહ્યું કે કંપનીઓએ કોઇ પણ પ્રકારની વિશિષ્ટ જવાબી કાર્યવાહીને લઇ ધ્યાન રાખવું જોઇએ.