America Warns Pakistan: Another terror attack on India will be extremely problematic
  • Home
  • Featured
  • અમેરિકાએ પાકિસ્તાનને આપી ગર્ભિત ચેતવણી, જો ભારત પર ફરી હુમલો થશે તો…

અમેરિકાએ પાકિસ્તાનને આપી ગર્ભિત ચેતવણી, જો ભારત પર ફરી હુમલો થશે તો…

 | 12:58 pm IST

અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે તેને આતંકવાદની વિરૂદ્ધ નિર્ણાયક કાર્યવાહી કરવી પડશે. અમેરિકા એ કહ્યું કે જો ભારત પર ફરી કોઇ આતંકી હુમલો થયો તો પછી ‘બહુ મોટી સમસ્યા’ ઉભી થશે. ટ્રમ્પ પ્રશાસનના એક સિનિયર અધિકારીએ વ્હાઇટ હાઉસમાં કહ્યું કે આપણે એ જોવાની જરૂર છે કે પાકિસ્તાન પોતાના ક્ષેત્રમાં સક્રિય જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકી સંગઠનોની વિરૂદ્ધ કાર્યવાહી કરે. જો પાકિસ્તાન ઇચ્છે છે કે એક વખત ફરીથી તણાવની સ્થિતિ ઉભી ના થાય તો પછી તેણે એકશન લેવું પડશે.

અધિકારીએ પાકિસ્તાનની તરફથી કરાયેલી ફૌરી કાર્યવાહીને નિષ્ફળ બતાવતા કહ્યું કે અમે પહેલાં પણ કેટલીય વખત જોયું છેકે કેટલાંય લોકોને થોડાંક સમય માટે ધરપકડ કરાઇ છે અને પછી છોડી દેવામાં આવે છે. આ સીધી રીતે જમાત-ઉદ-દાવાના સરગના હાફિઝ સઇદ અને જૈશના મસૂદ અઝહરના ખુલ્લેઆમ ફરવા પર પ્રશ્ન હતા.

અધિકારીએ કહ્યું કે અત્યારે પાકિસ્તાનની તરફથી ઉઠાવામાં આવેલા પગલાંને લઇ સંપૂર્ણ આકરણી કરવી ઉતાવળ હશે. તેમણે કહ્યું કે તાજેતરના દિવસોમાં પાકિસ્તાને કેટલાંક ‘શરૂઆતી’ પગલાં ઉઠાવ્યા છે. વાત એ છે કે કેટલાંક આતંકી સંગઠનોની સંપત્તિઓ જપ્ત કરાઇ છે અને કેટલાંકની ધરપકડ પણ થઇ છે અને જૈશના કેટલાંક ઠેકાણાઓને પ્રશાસને પોતાના કબ્જામાં લીધા છે. અમેરિકન અધિકારી એ કહ્યું કે આ પગલાં સિવાય હજુ પાકિસ્તાનની તરફથી કેટલાંક પગલાં લેવાની જરૂર છે.

હાફિઝ સઇદની ખુલ્લેઆમ રેલીઓ પર ઉઠાવ્યો પ્રશ્ન
એટલું જ નહીં અધિકારીએ પાકિસ્તાનની તરફથી કરેલી તાત્કાલિક કાર્યવાહીને નિષ્ફળ ગણાવતા કહ્યું કે અમે પહેલાં પણ એવું કેટલીય વખત જોયું છે કે કેટલાંક લોકોની થોડાંક સમય માટે ધરપકડ કરાય છે અને પછી છોડી દેવામાં આવે છે. આ સીધી રીતે જમાત-ઉદ-દાવાના સરગના હાફિઝ સઇદ અને જૈશના મસૂદ અઝહરના ખુલ્લેઆમ ફરવા પર પ્રશ્ન હતો. એટલું જ નહીં કેટલીય વખત તો આતંકી સરગનાઓને આખા દેશમાં ફરવા અને રેલીઓ કરવા સુધીની મંજૂરી આપી દેવામાં આવે છે. તેમણે કહ્યું કે અમેરિકા પાકિસ્તાન પાસેથી નક્કર એકશનની આશા વ્યકત કરી રહ્યાં છે. અધિકારી એ કહ્યું કે અમેરિકા પોતાના આંતરરાષ્ટ્રીય ભાગીદારોની સાથે મળી આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાન પર દબાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન