America Will Deploy New Missile In Asia, China Might Be Shocked
  • Home
  • Featured
  • INF સંધિથી અલગ થતા જ અમેરિકાએ ચીનને બતાવી આંખ, એશિયામાં ગોઠવશે મિસાઇલ

INF સંધિથી અલગ થતા જ અમેરિકાએ ચીનને બતાવી આંખ, એશિયામાં ગોઠવશે મિસાઇલ

 | 6:15 pm IST

અમેરિકા એશિયામાં ઇન્ટરમીડિયેટ રેન્જની મિસાઇલો એશિયામાં જલદીથી જલદી તૈનાત કરવા ઇચ્છે છે. વૉશિંગ્ટન તરફથી આ પગલું ક્ષેત્રમાં ચીનનાં વધતા પ્રભાવનો મુકાબલો કરવા ઉઠાવવામાં આવશે. એ પુછવામાં આવતા કે શું અમેરિકા એશિયામાં મધ્યમ અંતરનાં નવા પારંપરિક હથિયારો તૈનાત કરવા પર વિચારી રહ્યું છે? તો રક્ષા મંત્રી માર્ક એસ્પરે શનિવારનાં કહ્યું કે, “હાં, અમે આવુ કરવા ઇચ્છશું.” અમેરિકા ઇન્ટરમીડિયેટ રેન્જ ન્યૂક્લિયર ફૉર્સેઝ (INF) સંધિ સાથે બંધાયેલુ નથી.

વ્હેલા-મોડા ગોઠવશે એશિયામાં મિસાઇલ

એસ્પરે કહ્યું કે, “અમે વ્હેલા-મોડા મિસાઇલ તૈનાત કરવા ઇચ્છશું. આમાં મહિનાઓ લાગશે, પરંતુ આ ચીજો તમારી અપેક્ષા કરતા વધારે સમય લે છે.” પેંટાગનનાં નવા પ્રમુખ એસ્પરે જો કે એ ના જણાવ્યું કે, અમેરિકા આ મિસાઇલ ક્યાં તૈનાત કરશે. તેમણે કહ્યું કે, “હું અટકળો નહીં લગાવુ, કેમકે આ ચીજો યોજના પર નિર્ભર કરે છે. આ એવી ચીજો છે કે જેના પર હંમેશા પોતાના સહયોગી સાથે ચર્ચા કરીએ છીએ.”

શુક્રવારનાં INFથી અલગ થઇ ગયું અમેરિકા

ઉલ્લેખનીય છે કે અમેરિકા શુક્રવારનાં INFથી અલગ થઇ ગયું. તેણે રશિયા પર આ સંધિનાં ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. 1987માં સંધિ પર તત્કાલિન રાષ્ટ્રપતિ રૉનલ્ડ રીગન અને સોવિયત નેતા મિખાઇલ ગોર્બાચેવે હસ્તાક્ષર કર્યા હતા. આ અંતર્ગત અમેરિકા અને રશિયામાં સમજૂતી થઇ હતી કે પારંપરિક અને પરમાણુ લેન્સ મીડિયમ રેન્જ મિસાઇલનાં ઉપયોગને સીમિત કરશે, પરંતુ અમેરિકા અને રશિયાની વચ્ચે સંબંધોમાં આવેલી કડવાસનાં કારણે મહિનાઓથી આ સમજૂતી ઠેબે ચડી છે.

ચીને અમેરિકાની યોજનાઓ પર ચોંકવું ના જોઇએ

સંધિથી અલગ થયા બાદ અમેરિકા હવે ચીન સાથે હરિફાઇ કરવા માટે આઝાદ છે. ચીનની પાસે મોટાભાગનાં હથિયાર એવા છે જે INF સંધિ અંતરગત પ્રતિબંધિત છે, જેના પર ચીને ક્યારેય સહી નથી કરી. તો એસ્પરે કહ્યું કે, “ચીનને અમેરિકાની યોજના પર ચોંકવું ના જોઇએ. કેમકે અમે કેટલાક સમયથી આના પર વાત કરી રહ્યા છીએ. હું એ કહેવા ઇચ્છુ છું કે તેમનાં 80 ટકા હથિયારો INF રેન્જ સીસ્ટમ છે. આ માટે ચોંકાવનારું ના હોવું જોઇએ કે અમે પણ આવી ક્ષમતા ઇચ્છીએ છીએ.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન