America Will Increase ''Information-Sharing'' With Indian Forces : US
  • Home
  • Featured
  • ભારતને દુનિયાની મહાશક્તિ પુરૂ પાડશે પીઠબળ, ચીન-પાકિસ્તાનની હવે ખેર નહીં

ભારતને દુનિયાની મહાશક્તિ પુરૂ પાડશે પીઠબળ, ચીન-પાકિસ્તાનની હવે ખેર નહીં

 | 12:00 am IST

ટોચના અમેરિકી જનરલે જણાવ્યું છે કે પેન્ટાગોન ભારતીય સૈન્ય સાથેના સહયોગ (ઇન્ટરઓપરેટેબેલિટી) અને બાતમીના આદાનપ્રદાનની ક્ષમતા વધારીને નવી દિલ્હી સાથેના સંરક્ષણ સંબંધોને વેગ આપવા પર ભાર મૂકશે.

અમેરિકી સૈન્યના જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફ તરીકે નોમિનેટ થયેલા જનરલ માર્ક એ.મિલીએ સેનેટની સશસ્ત્ર સેવા સમિતિના લેખિત પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે, ‘મારી નીતિ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષી સંવાદના વર્તમાન માળખા અર્થાત ટુ પ્લસ ટુ બેઠકની મદદથી ભારત સાથેના સંરક્ષણ સંબંધોને જાળવવા તેમજ વધારવાની રહેશે. ખાસ કરીને ભારતીય સૈન્ય સાથે ઇન્ટરઓપરેટિબિલિટી તેમજ બાતમી આદાનપ્રદાનની પ્રક્રિયાને વેગ આપવા પર ભાર મૂકવામાં આવશે.’

તેમણે કહ્યું કે અમેરિકા 2016માં જ ભારતનો મુખ્ય સંરક્ષણ સાથીદાર તરીકે માન્યતા આપી ચૂક્યું છે. તેને પગલે ભારત અમેરિકા પાસેથી તેના નિકટવર્તી સહયોગી અને મિત્ર દેશની બરોબરીમાં જ વધુ અદ્યતન અને સંવેદનશીલ ટેક્નોલોજી ખરીદ કરી શકે છે. સેનેટ સમિતિ જો મંજૂરી આપશે તો જનરલ મિલી અમેરિકી જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફ તરીકે જનરલ જોસેફ ડનફોર્ડનું સ્થાન લઈ શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન